આ વર્ષે આકરી ગરમી માટે તૈયાર રહેજો, ઉનાળાને લઈને અંબાલાલ પટેલની ઘાતક આગાહી

Gujarat Weather: ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાઈ લઈ રહ્યો છે. રાજ્યભરના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી જેટલું વધશે.

અંબાલાલ પટેલની ગરમીને લઈને આગાહી

Gujarat Weather

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગુજરાતમાં આ વર્ષે ઉનાળાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી.

point

15 અને 16 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં ગરમીનો પારો ફરી વધશે.

point

અલ-નીનોની અસર નબળી થતા આ વર્ષે ચોમાસું સારું રહી શકે છે.

Gujarat Weather: ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાઈ લઈ રહ્યો છે. રાજ્યભરના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી જેટલું વધશે. જોકે મે અને જૂન મહિનામાં રાજ્યમાં ગરમીનો પારો આ વખતે ખૂબ જ ઊંચો રહી શકે છે, જેની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ક્યારથી શરૂ થશે ઉનાળો?

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 15થી 16 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં તાપમાનનો પારો ધીમે ધીમે વધશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ રહેશે. જોકે આ વર્ષે 19 ફેબ્રુઆરી બાદથી તાપમાન 34 ડિગ્રીથી ઉપર પહોંચી જશે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે અને 20 એપ્રિલ બાદ ગરમી વધશે અને 26 એપ્રિલે તે વધીને 44 ડિગ્રીની પાર પહોંચી જશે. તો મે મહિનામાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે.

આ વર્ષે ચોમાસું સારું રહેવાનો અંદાજ

તેમણે આગાહીમાં કહ્યું કે, મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં લો પ્રેશર ઊભું થવાની શક્યતા છે. તો 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાનું દબાણ ઊભું થશે. ભારે ગરમી બાદ આ વખતે ચોમાસું સારું રહેવાની ધારણ છે.  ખાસ છે કે, અલ નીનો નબળું પડવાના કારણે આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી હવામાન શાસ્ત્રીઓ કરી રહ્યાં છે. પેસિફિક મહાસાગરમાં ગરમીના કારણે અલ-નીનો નબળું પડી રહ્યું છે. 

અલ-નીનો નબળું પડતા ખેડૂતોને મળશે રાહત

દેશની બે હવામાન એજન્સીઓએ આ વખતે ચોમાસું સારું જશે તેવી આગાહી કરી છે. અલ-નીનો નબળું પડી રહ્યું છે. જૂન-ઓગસ્ટમાં લા-નીનોની સ્થિતિ બનવાના કારણે આ વર્ષો ચોમાસું સારું રહેશે. વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવ મુજબ જૂન-જુલાઈ સુધીમાં લા-નીનોની સ્થિતિ પેદા થશે. જો આ વર્ષે અલ-નીનો ન્યૂટ્રલમાં બદલાશે તો ચોમાસું સારું જશે. 

    follow whatsapp