‘મેં તેને ઘણીવાર ચેતવ્યો પણ તે માનતો જ નહોતો’, તથ્ય પટેલની માતાએ પોલીસ નિવેદનમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ: શહેરના એસ.જી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા. અકસ્માત બાદ કાર ચાલક તથ્ય પટેલ પોલીસની કસ્ટડીમાં છે…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરના એસ.જી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા. અકસ્માત બાદ કાર ચાલક તથ્ય પટેલ પોલીસની કસ્ટડીમાં છે અને આજે તેના 3 દિવસના જામીન પૂરા થઈ રહ્યા છે. તો અકસ્માત સ્થળે દાદાગીરી કરનારા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ પોલીસ કસ્ટડીમાં છે. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે, જે સંદર્ભે તથ્ય પટેલની માતા નિલમ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમણે તથ્યને ઘણીવાર ફાસ્ટ કાર ચલાવવા પર ચેતવણી આપી હોવાનું જણાવ્યું હતું.

તથ્યને પૂરપાટ કાર ન હંકારવા માતાએ ચેતવણી આપી હતી
નિલમ પટેલે પોલીસની પૂછપરછમાં નિવેદન આપ્યું હતું કે, તથ્ય પટેલને મોંઘીદાટ ગાડીઓમાં મિત્રો સાથે ડ્રાઈવ પર જવાનું ખૂબ ગમતું હતું જે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ મિત્રો પાસેથી ઉછીની લાવતા હતા. પોલીસે જણાવ્યું કે, તેમણે આગળ કહ્યું, તથ્ય પૂરપાટ ઝડપે ગાડી હંકારતો હતો અને તેમણે આ અંગે વાંધો પણ ઉઠાવ્યો હતો અને ઘરમાં પણ તેની ચર્ચા કરી હતી પરંતુ તથ્ય એ તેમની વાત ગણકારતો નહોતો.

અકસ્માત બાદ તથ્યએ તેના માતા-પિતાને ફોન કર્યો હતો. જ્યાં અકસ્માત સ્થળે પ્રજ્ઞેશ અને નિલમ પટેલ પહોંચ્યા હતા, ત્યારે રોડ પર લાશો વિખેરાયેલી પડી હતી અને તથ્યને ટોળાએ મારા માર્યો હતો. પોલીસના કહેવા મુજબ, તથ્યની માતાનું આ નિવેદન તેમને કેસને મજબૂત કરવામાં મદદ કરશે.

મૃતક પરિજનોના પણ પોલીસે નિવેદન લીધા
તો અકસ્માતના આ કેસમાં સુરેન્દ્રનગર અને બોટાદમાં પીડિતોના પરિજનોના નિવેદન પોલીસની બે અલગ અલગ ટીમે દ્વારા લેવામાં આવ્યા હતા. જેમાં મૃતકોના પરિજનોએ તેમને ન્યાય મળે અને તથ્યને એવી સજા મળે કે પૂર ઝડપે વાહન હંકાવનારા નબીરાઓ સો વખત વિચાર કરે અને તેમને વાહન આપનારા વાલીઓ પણ વિચાર કરે.

    follow whatsapp