અમદાવાદઃ 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ડીક્લેર થયું છે. લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને સ્ટાફની મહેનતથી પરીક્ષાની માફક પરિણામ પણ ઝડપથી આવી ગયું છે.
ADVERTISEMENT
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાઓને લઈને અગાઉ પણ ઘણા વિવાદો થયા છે. પેપર ફૂટી જવાથી લઈને પરીક્ષા કેન્સલ કરવા, ડમી ઉમેદવારોથી લઈને બીજા ઘણા વિઘ્નો સરકારી પરીક્ષાઓને નડતા આવ્યા છે. આ બંને પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થીઓ ઘણા પરેશાન રહ્યા હતા. ખાસ કરીને અન્ય જિલ્લાઓમાં નંબર આવતો હોઈ તેમને જમવા, રહેવા સહિતના પ્રશ્નો ઊભા થતા હતા. તંત્ર માટે પણ પરીક્ષાર્થીઓની સગવડ ઊભી કરવામાં તકલીફો પડી હતી. પરંતુ આખરે સારી વાત એ સામે આવી રહી છે કે આ પરીક્ષાનું આખરે પરિણામ જાહેર થયું છે. સતત કેન્સલ અને મોકુફ રહેતી પરીક્ષાઓના પરિણામ જાહેર થતા લોકો પણ હરખાયા છે. આ અંગેની જાહેરાત આઈપીએસ હસમુખ પટેલ દ્વારા સોશ્યલ મીડિયા પર કરવામાં આવી હતી. તેમની જાહેરાત સાથે જ લોકોએ તેમને કમેન્ટ બોક્સમાં પોતાનો હાંશકારો વ્યક્ત કર્યો હતો. સાથે જ લોકોએ પોતાના પ્રશ્નો પણ તેમની સામે મુક્યા હતા. અન્ય પરીક્ષાઓને લઈને પણ વાંધા ઉઠાવ્યા હતા.
આપને જણાવી દઈએ કે તલાટી અને જુનિયર ક્લાર્ક ઉપરાંત ગ્રામ સેવક એડીશન લાઈનલ સીલેક્ટ લીસ્ટના ઉમેદવારો માટે જિલ્લા પસંદગી કાર્યક્રમનું લિસ્ટ જાહેર થઈ ચુક્યું છે. બોર્ડની વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/ પરથી પરિણામ જાણી શકાય છે. આ પરીક્ષામાં 3 હજાર કેન્દ્રો હતા જ્યાં 7.30 લાખ ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. 32 જિલ્લાઓમાં સંભવ બનેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને તો જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. પેપર ફૂટે નહીં અને પરીક્ષા રદ્દ ના થાય તેની સંપૂર્ણ તકેદારી રખાઈ હતી.
ADVERTISEMENT