Government Jobs: ગુજરાત સરકારમાં કાયમી કર્મચારીઓની ભરતી કરવાના બદલે કરાર આધારિત કર્મચારીઓને નિમણૂંકને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરતીની જાહેરાત કરાઈ છે, જોકે આ જાહેરાતમાં કરાર આધારિત નિમણૂંક કરવાની વાત કરાઈ છે. જેનો ફોટો યુવરાજસિંહ જાડેજાએ પોસ્ટ કર્યો છે.
ADVERTISEMENT
યુવરાજસિંહે ભરતીની જાહેરાત ટ્વીટ કરી
આ ફોટો સાથે યુવરાજસિંહે લખ્યું છે, અગ્નીવીર, જ્ઞાન સહાયક, અધ્યાપક સહાયક..... ની ભવ્ય સફળતા બાદ વાહન વ્યવહાર નિગમમાં પણ કોન્ટ્રાકટ સિસ્ટમ લાગુ. 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરાર કરવાનો રહેશે. તેમાં વિભાગીય કચેરી દ્વારા નક્કી કરવામાં આવેલ શરતો અને બોલીઓ લખવાની રહેશે.
આ પણ વાંચો: AAP-કોંગ્રેસ વચ્ચે ત્રણ રાજ્યોમાં ગઠબંધન પર સહમતી, ગુજરાતમાં AAPને કેટલી સીટ મળશે?
જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન
નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાના બદલે જ્ઞાન સહાયક યોજના દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂંક કરવામાં આવી હતી. જેને લઈને ટેટ અને ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ છે અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગને લઈને આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે GSRTCમાં પણ કરાર આધારિત ભરતી થતા આગામી સમયમાં સરકારને આ નિર્ણયથી ઉમેદવારોના રોષનો ફરી એકવાર ભોગ બનવું પડી શકે છે.
આ પણ વાંચો: 'સી.આર પાટીલ હાજીર હો...' મહેસાણા ચીફ કોર્ટે BJP પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ સમન્સ કાઢ્યું, શું છે મામલો?
શું લખ્યું છે ભરતીની જાહેરાતમાં?
GSRTC દ્વારા બહાર પડાયેલી ભરતી 11 માસના કરાર પર આધારિત છે અને આ માટેની વયમર્યાદા 62 વર્ષની રખાઈ છે. આ ભરતી માટેના નિયમો અને શરતો નિગમની વેબસાઈડ www.gsrtc.in પર મૂકવામાં આવી છે.
ADVERTISEMENT