Ahmedabad News: RTO દ્વારા વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવતી કંપનીને કામગીરી બંધ કરાવીને ડિલરોને આ કામ સોંપાયું છે. જોકે આ બહાને વાહન વ્યવહાર વિભાગે નંબર પ્લેટની ફીમાં ત્રણ ગણો વધારો કરી નાખ્યો છે. ટુ-વ્હીલરથી લઈને ફોર-વ્હીલર સુધીની HSRP નંબર પ્લેટનો ચાર્જ વધારી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
HSRP નંબર પ્લેટની ફી વધી ગઈ
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, RTO વિભાગ દ્વારા HSRP નંબર પ્લેટની ફી વધારાઈ છે. જે મુજબ ટુ-વ્હીલરની ફી જે પહેલા 160 રૂપિયા હતી તે વધારીને 495 કરી દેવાઈ છે. તો કારની નંબર પ્લેટની ફી 450થી વધીરને 781 રૂપિયા કરી દેવાઈ છે. ખાસ વાત એ છે કે RTO વિભાગ દ્વારા નંબર પ્લેટનો કોન્ટ્રાક્ટ વર્તમાન કંપનીને જ સોંપવામાં આવ્યો છે. તો વાહન ડીલરોને પણ નંબર પ્લેટ લગાવવા માટે 100 રૂપિયા ફીટમેન્ટ ચાર્જ આપવામાં આવશે.
ફીટનેસ સર્ટિફિકેટ પણ મોંઘું થશે
આવી જ રીતે વ્હીકલ ફીટનેસનું કામ 15મી ઓક્ટોબરથી ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી રહ્યું છે. અગાઉ ફીટનેસની ફીમાં 400રૂ.માં કચેરીમાંથી સર્ટિફિકેટ મફત મળતું હતું, હવે આ માટે આરસીબુકનું કામ કરતી કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા સર્ટિફિકેટ માટે રૂ.200 ફી ચૂકવવી પડશે. જેથી રીક્ષા-ટેક્સીની ફી જે હાલ 400 છે તે 15મી ઓક્ટોબરથી વધી જશે અને 600 થઈ જશે. આવી જ રીતે અન્ય મોટા વાહનોની ફી પણ વધી જશે.
ADVERTISEMENT