અમદાવાદમાં દિલઘડક લૂંટઃ સોની વેપારીને ગોળી વાગતા હડકંપ, પોલીસમાં દોડધામ

Ahmedabad Crime News: અમદાવાદમાં ફરી લૂંટની ઘટના સામે આવી છે. શહેરના ગાંધી રોડ પર ધોળા દિવસે સોની વેપારી લૂંટાયો છે. હાલ ખાડિયા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને લૂંટારુઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Ahmedabad Crime News

અમદાવાદમાં લૂંટ વિથ ફાયરિંગ

follow google news

Ahmedabad Crime News: અમદાવાદમાં ફરી લૂંટ વિથ ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના ગાંધી રોડ પર ધોળા દિવસે સોની વેપારી લૂંટાયો છે. હાલ ખાડિયા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને લૂંટારુને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

એક અઠવાડિયામાં લૂંટની બીજી ઘટના

અમદાવાદમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી સ્થિતિ જોવા મળે છે. શહેરમાં બુટલેગરોની સાથે-સાથે હવે લૂંટારૂઓ પણ મેદાને આવ્યા છે. અમદાવાદમાં એક અઠવાડિયામાં લૂંટની બીજી ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ગાંધી રોડ પર ફતાસા પોળ પાસે સોનાના વેપારી પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી છે. 

વેપારીને પેટમાં વાગી ગોળી

લૂંટારુ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા વિકાસ સોની નામના વેપારીને પગમાં ગોળી વાગી છે. જેથી વેપારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો બનાવને પગલે અન્ય વેપારીઓ ફફડાટ વ્યાપી ગયો છે. હાલ ખાડીયા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. દુકાનની બહાર તેમજ આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

પોલીસે શરૂ કરી તપાસ

પોલીસ દ્વારા શહેરમાં નાકાબંધી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લૂંટારૂઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન હાથ ધર્યા છે. આ પહેલા પણ 10 જુલાઈના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી હતી. જેમાં ગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખ રૂપિયા લૂંટીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.

એલિસબ્રિજ વિસ્તારમાં થઈ હતી લૂંટ

એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા જિમખાના પાસે આંગડિયા પેઢીનો કર્મચારી રિક્ષામાં બેસીને જઈ રહ્યો હતો, આ દરમિયાન સ્કૂટર પર 2 લૂંટારુઓ આવ્યા હતા. જે બાદ બંને લૂંટારાઓ આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી નાંખી લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી.

    follow whatsapp