અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં (Rajasthan Hospital) રવિવારે વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાના કારણે બેઝમેન્ટમાં રહેલો સામાન ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 29 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલમાં ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
ADVERTISEMENT
હોસ્પિટલના બેઝમેન્ટમાં આગની ઘટના
મીડિયા રિપોર્ટ મુજબ, વહેલી સવારે 4 વાગ્યે રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટ-2માં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તે જોતજોતામાં બેઝમેન્ટ-1 સુધી ફેલાઈ ગઈ હતી. આગના કારણે બેઝમેન્ટમાં પડેલા વાહનો પણ બળી ગયા હતા. તો હોસ્પિટલમાંથી 10થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા 60થી વધુ દર્દીઓને પણ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રોબોટ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ
આગ લાગવાના કારણે બેઝમેન્ટમાં ભારે ધુમાડો થઈ જતા અંદર જવું મુશ્કેલ બન્યું છે. એવામાં રોબોટ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો ઓક્સિજન સાધન સાથે રાખીને ફાયરના કર્મચારીઓ આગને ઓલવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં પ્રાથમિક વિગતો મુજબ હોસ્પિટલના બેઝમેન્ટમાં ફર્નિચર સહિનો ભંગાર મૂક્યો હતો, જેના કારણે આગ વધુ તીવ્ર બનીને પ્રસરી હતી.
ADVERTISEMENT