PM Modi Gujarat Visit: રોડ શો, ગ્લોબલ ટ્રેડ શો, CEO સાથે બેઠક… જાણો PM મોદીના આજનો કાર્યક્રમ

PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી હાલમાં 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમવારે રાત્રે જ તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને અહીંથી રાજભવનમાં રાત્રીરોકાણ…

gujarattak
follow google news

PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી હાલમાં 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમવારે રાત્રે જ તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને અહીંથી રાજભવનમાં રાત્રીરોકાણ કર્યું હતું. આજે સવારે 9.30 વાગ્યાથી PMના કાર્યક્રમો શરૂ થશે. આ દરમિયાન સાંજે તેઓ અમદાવાદમાં રોડ શો પણ યોજશે. જેને લઈને શહેરમાં કેટલાક રસ્તાઓ બંધ રહેશે.

PM મોદીના આજના કાર્યક્રમો

9 જાન્યુઆરીએ સવારે 9:30થી 1 વાગ્યા સુધી અન્ય રાષ્ટ્રાધ્યક્ષ સાથે ચર્ચા
સવારે 9:30 વાગ્યે તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત
સવારે 10:10 વાગ્યે મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત
સવારે 11 વાગ્યે ગ્લોબલ CEO સાથે કરશે બેઠક
બપોરે 3:30 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્દઘાટન કરશે
સાંજે 5 વાગ્યે UAEના રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરશે PM મોદી
અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો રોડ શો થશે
અંદાજે 20 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાશે બંને રાષ્ટ્રાધ્યક્ષ
સાંજે 7 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા અને ડિનર થશે
રાત્રે ગાંધીનગરમાં રાજભવનમાં રોકાશે PM મોદી

PM મોદીના બુધવારના કાર્યક્રમો

બુધવારે સવારે 9 મહાત્મા મંદિરમાં ફોટો સેશન થશે
સવારે 9:30 વાગ્યે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્દઘાટન થશે
બપોરે 12:30 વાગ્યે UAEની સાથે કરારોની આપ-લે કરશે
બપોરે 1:50 વાગ્યે ચેક ગણરાજ્યના PMની સાથે દ્વિપક્ષીય વાર્તા થશે
2:30 વાગ્યે ગ્લોબલ CEOની સાથે બેઠક થશે
સાંજે 5 વાગ્યે GIFT સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં ભાગ લેશે PM મોદી
રાત્રે 8 વાગ્યે અમદાવાદથી દિલ્લી માટે રવાના થશે PM મોદી

આ રસ્તા પર ટ્રાફિક થોભાવાશે

PM મોદીનો આજે અમદાવાદમાં રોડ શો યોજાશે. એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો આ રોડ શો હશે. જેના કારણે શહેરમાં કેટલાક રસ્તાઓ સાંજના સમયે ટ્રાફિક થોભાવી દેવામાં આવશે. PMના રોડ શોના કારણે રસ્તો બંધ નહીં કરાય પરંતુ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ અને ડફનાળા સુધીના રોડ ઉપર ટ્રાફિક રોડી દેવામાં આવશે. બીજી તરફ વાઈબ્રન્ટના કારણે વીવીઆઈપી અમદાવાદની જુદી જુદી હોટલોમાં રોકાયેલા છે અને ગાંધી આશ્રમની પણ મુલાકાત લઈ શકે છે. એવામાં એરપોર્ટથી ડફનાળા અને ઈન્દિરા બ્રિજ સુધીના રોડ પર અને વૈષ્ણોદેવી સર્કલથી એસજી હાઈવે પર 4 દિવસ ટ્રાફિક ખૂબ ધીમો રહેશે.

    follow whatsapp