PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. PM મોદીએ અમદાવાદમાં રેલવેના 85,000 કરોડથી વધારેના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. PMએ 10 નવી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આગામી 5 વર્ષમાં રેલવેની કાયાપલટ થશે. સરકાર વંદે ભારત ટ્રેનના રૂટને લંબાવી રહી છે. નવી વંદે ભારત ટ્રેન દેશના 250 જિલ્લાઓમાં પહોંચી છે. આ બાદ PM મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અને 1200 કરોડના રિનોવેશન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.
ADVERTISEMENT
'સાબરમતી આશ્રમે બાપુના મૂલ્યો સજીવ કર્યા છે'
PM મોદી ગાંધી આશ્રમના રિનોવેશન પ્રોજેક્ટ માટે ગાંધી આશ્રમ પહોંચ્યા છે અને તેના માસ્ટર પ્લાનનું નિરીક્ષણ કર્યું હતું. આશ્રમને 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. પ્રોજેક્ટના નિરીક્ષણ બાદ PMએ સંબોધન કરતા કહ્યું કે, પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઉર્જાનું કેન્દ્ર રહ્યું છે. સાબરમતી આશ્રમે બાપુના મૂલ્યોને આજે પણ સજીવ કર્યા છે. બાપુએ આફ્રિકાથી આવ્યા બાદ પહેલા કોચરબ આશ્રમ બનાવ્યો હતો. કોચરબ આશ્રમ રહ્યા બાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમમાં રહેવા આવ્યા હતા. બાપુના ચરણોમાં હું નમન કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું. 12 માર્ચે બાપુએ સ્વતંત્રતા આંદોલનમાં દાંડી યાત્રા ઐતિહાસિક બની ગઈ.
'દુનિયામાંથી લોકો સાબરતમી આશ્રમ જોવા આવે છે'
12 માર્ચ 2022ના રોજ ગાંધી આશ્રમ ખાતેથી આઝાદી અમૃત મહોત્સવ શરૂ કરાયો હતો. હર ઘર તિરંગા અભિયાન આખા દેશમાં ચાલ્યું. સાબરતમી આશ્રમ આઝાદી સાથે વિકસિત ભારતનું પણ તીર્થ બન્યો. બાપુનો સાબરમતી આશ્રમ દેશની માનવજાતની ઐતિહાસિક ધરોહર છે. 120 એકરમાં ફેલાયેલો આશ્રમ ધીમે ધીમે 5 એકરમાં થઈ ગયો. એક સમયે 63 મકાનો હતા, હવે તે માત્ર 36 મકાનો છે. જેમાં માત્ર 3 મકાનમાં જ પર્યટકો જઈ શકે છે. દુનિયામાંથી લોકો સાબરમતી આશ્રમ જોવા અહીં આવે છે, તેની જાળવણી કરવાની જવાબદારી 140 કરોડ લોકોની છે.
PM મોદીએ કહ્યું કે, આશ્રમમાં નવા મકાનો બનાવવાની જરૂર પડશે તો બનાવીશું. જૂના મકાનોને તેના મૂળ સ્વરૂપમાં લાવીશું. કાશીમાં 10 વર્ષ પહેલા શું પરિસ્થિતિ હતી તમે જાણો છો. આજે અનેક સુવિધાઓ છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે 200 એકર જમીન મુક્ત કરાવી. ત્યાં આજે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. દિલ્હી રાજપથને કર્તવ્ય પથ કર્યું, એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, હવે સાબરમતી આશ્રમનો વિકાસ થશે.
અમારી સરકારે રેલવે બજેટને 6 ગણું વધાર્યું
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, અમારી સરકારે રેલવે બજેટને 6 ગણું વધાર્યું છે. પહેલા ભારતીય રેલવે રાજનીતિનો શિકાર બનતી હતી, રેલવે સ્ટેશન ગંદકીથી ગદબદતા હતા. હું વિકાસની ગતિ ક્યારેય ધીમી પડવા દેતો નથી. હાલ જે કામ ચાલે છે તે ટ્રેલર છે, મારે હજું આગળ ઘણું કરવાનું છે. 2014થી દેશમાં રેલવે વિભાગમાં ક્રાંતિ આવી છે. સરકારે વંદે ભારત ટ્રેનના રૂટ લંબાવી રહી છે. દેશના દરેક ખુણે રેલવે પહોંચાડવાનું કામ કર્યું છે. આજે જે લોકાર્પણ થયા છે તે યુવાનોના વર્તમાન માટે છે.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
PM મોદીએ વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેલના રાજમાં અનેક રેલવેના પ્રોજેક્ટ્સ ભટકતા હતા. પહેલાની પેઢીએ જે ભોગવ્યું તે આજનો યુવા નહીં ભોગવે. અમારા માટે રેલવેના વિકાસ રાજનીતિ માટે નથી. રેલવેનો વિકાસ મોદીની ગેરંટી છે. છેલ્લા 10 વર્ષમાં પૂર્વ-પશ્ચિમને જોડતા કોરિડોર પૂર્ણતાને આરે છે. 21મી સદીમાં રેલવેની તસવીર બદલાઈ રહી છે.
કઈ ટ્રેનોને PMએ આપી લીલીઝંડી?
PM મોદીએ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસૂર-ડૉ. એમજીઆર સેન્ટ્રલ (ચેન્નાઈ), પટણા-લખનઉ, ન્યૂ જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનઉ-દહેરાદૂન, કલબુર્ગી- સર એમ વિશ્વેશ્વરૈયા ટર્મિનલ બેંગલુરુ, રાંચી-વારાણસી, ખજુરાહો-દિલ્હી (નિઝામુદ્દીન) વચ્ચે દસ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપી છે.
ADVERTISEMENT