Ahmedabad News: અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોસાયટીના રખડતા કૂતરાને ખાવા આપનારા રહીશ અને મ્યુનિ. કર્મચારીને હાઈકોર્ટે સોસાયટીમાં 3 દિવસ સફાઈ કરવાની સજા કરી છે. બે પાડોશીઓ વચ્ચે કૂતરાને ખવડાવવાનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જે બાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
સોસાયટીના રહીશ વિરુદ્ધ પાડોશીની અરજી
વિગતો મુજબ, અમદાવાદની પાલડીની એક સોસાયટીમાં રહીશે હાઈકોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં એક રહીશ દ્વારા સવાર-સાંજ રખડતા કૂતરાને ભેગા કરીને ખાવાનું અપાય છે. સોસાયટીમાં રખડતા શ્વાનની સંખ્યા વધી ગઈ છે. સોસાયટીમાં બાળકો, વૃદ્ધો કે મહિલાઓ બહાર નીકળે ત્યારે આ કૂતરા તેમને ખાવાનું મળશે એમ સમજીને પાછળ પાછળ જાય છે. જેના કારણે લોકો બહાર નીકળતા ડરે છે.
કૂતરાઓએ સગર્ભા પર હુમલો કર્યો હતો
ઉપરાંત બાજુમાં રહેતી એક પ્રેગ્નેટ મહિલા વહેલી સવારે ઘરની બહાર નીકળી હતી, ત્યારે કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. જેમાં તેઓ પડી ગયા હતા. આ બાદ પોલીસમાં ફરિયાદ કરાઈ હતી અને પોલીસે રહીશને કૂતરાઓને ન ખવડાવવા કહ્યું હતું. તેમ છતાં તેમણે સોસયાટીના ગેટ પર કૂતરાઓને ખવડાવવાનું ચાલુ કરી દીધું.
હાઈકોર્ટે રહીશ અને જવાબદાર અધિકારીને કરી સજા
ખાસ છે કે પાડોશીએ પહેલા પોલીસ અને કોર્પોરેશનમાં પણ રખડતા કૂતરાના ત્રાસની ફરિયાદ કરી હતી. જોકે કોર્પોરેશન દ્વારા કૂતરા પકડવાની કોઈ કામગીરી કરાઈ નહોતી. આ બાદ સોસાયટીના સભ્યોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે અરજકર્તાની દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટે મ્યુનિ.ને કૂતરા પકડી જવા આદેશ કર્યો હતો. પાડોશી સાથે મળીને મ્યુનિ.ના જવાબદાર કર્મચારીઓને સોસાયટીમાં સફાદ કરવા આદેશ કર્યો હતો.
ADVERTISEMENT