અમદાવાદઃ અમદાવાદના મણિનગરનારામબાગ પાસે પોલિસ સ્ટેશન નજીક ત્રણસો એક મીટરના અંતરે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કરનાર યુવકને એકત્રિત થયેલા લોકો એ પકડીને પોલિસને સોંપ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. યુવકે ઘણી વખત હવામાં જ નહીં પરંતુ સામી પણ બંદૂક ધરી દીધી હોવાનું જોવા મળ્યું હતું. લોકોએ યુવકને ઝડપી પાડીને પોલીસને સોંપ્યો છે.
ADVERTISEMENT
બોલો, જખૌમાં રણી-ધણી વગરનું 5.47 કરોડનું ચરસ-હેરોઈન મળ્યું
મણિનગર એલ જી હોસપિટલ પાસેના ફરકી કુલ્ફી લસ્સી વાળા પાસેના માર્ગ પર યુવક બદુંક લઈને ફરતો હોવાની વાત લોકોએ કહ્યી હતી અને ત્રણેક રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું લોકો એ કહ્યું છે. હાલમાં મણિનગર પોલિસ દ્વારા પુછપરછ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા વધુ તપાસ માટે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT