લંડનમાં ગુમ અમદાવાદના કુશ પટેલનો 11 દિવસે મૃતદેહ મળ્યો, પોલીસે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું

અમદાવાદ: અમદાવાદના નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ જે અભ્યાસ માટે લંડન ગયો હતો, તે છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતો. આ યુવાનનો છેલ્લા 11 દિવસથી કોઈ…

gujarattak
follow google news

અમદાવાદ: અમદાવાદના નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ જે અભ્યાસ માટે લંડન ગયો હતો, તે છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતો. આ યુવાનનો છેલ્લા 11 દિવસથી કોઈ પતો લાગતો નહોતો એવામાં મિત્રો અને સ્થાનિક પોલીસ તેને સતત શોધવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે હવે વિદેશથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ લંડનમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે અને આર્થિક સંકડામણમાં તેણે આપઘાત કરી લીધો છે.

અમદાવાદના નરોડાનો રહેવાસી છે કુશ પટેલ

નરોડાનો રહેવાસી કુશ પટેલ નામનો યુવક 9 મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે લંડન ગયો હતો. જોકે લંડન પહોંચ્યાના બે અઠવાડિયા પછી જ તેને કોલેજે નોટિસ આપી જતા રહેવા કહ્યું હતું. કોલેજમાં અટેન્ડન્સના અભાવને પગલે તેને ફીને લઈને નોટિસ મળી હોવાનું કહેવાય છે. આ મામલામાં પરિવારે કોલેજની ફીની પ્રક્રિયા પુરી કરી દીધી હતી જે પછી તેને કાયદા અનુસાર વર્ક પરમીટ માટે અરજી કરી હતી. જોકે એજન્ટ દ્વારા પ્રોસેસ ના થઈ શકતા પરિવારે જે લોન લઈને નાણાની વ્યવસ્થા કરી હતી તે નાણા કુશને પરત કરી દેવાયા હતા. જોકે તે અરસામાં બેથી ત્રણ મહિનામાં જ કુશના વિઝા પુરા થઈ રહ્યા હતા. કુશ પટેલ પરિવારને આ બાબતે શું કહેશે તેની ચિંતામાં હતો.

11 ઓગસ્ટ બાદથી ગુમ હતો કુશ પટેલ

11 ઓગસ્ટ બાદથી કુશનો ફોન ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને બાદમાં લંડનમાં રહેતા કુશને મિત્રોને ફોન કરીને જાણ કરી હતી. મિત્રો કુશના ઘરે જતા તે ત્યાં મળ્યો નહોતો. આથી વેમ્બલી પોલીસમાં કુશના ગુમ થવાની ફરિયાદ મિત્રોએ નોંધાવી હતી. તેની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કર્યા હતા. બાદમાં તેનું છેલ્લું લોકેશન લંડન બ્રિજ પાસે મળ્યું હતું, જ્યાં તપાસ કરતા કુશ મળ્યો નહોતો. જોકે 19મી ઓગસ્ટે લંડન બ્રિજના એક છેડેથી મૃતદેહ મળ્યો હતો. જે સડી ગયો હોવાથી તેની ઓળખ થઈ નહોતી. એવામાં DNA અને બાયોમેટ્રિક મેળવ્યા બાદ તપાસ કરતા તે મૃતદેહ સાથે મેચ થયા હતા. જે બાદ પોલીસે મૃતદેહ કુશ પટેલનો હોવાની પુષ્ટિ કરી હતી.

પોલીસે કુશના મિત્રો અને પરિજનોને આ અંગે જાણ કરી હતી. જે બાદ પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનું સામે આવ્યું છે. એવામાં કુશે બ્રિજ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો છે.

 

    follow whatsapp