Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીથી લવાયેલા 50 લાખના સોનાની નકલી ATS અધિકારીઓએ લૂંટ મચાવી છે. દુબઈથી સોનું લઈને આવેલા યુવકને પૂછપરછના બહારને એક ફ્લેટમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં સોનાની લૂંટ કરીને તેને બસ સ્ટેન્ડ છોડી દેવામાં આવ્યો. સમગ્ર મામલે હવે યુવકે એરપોર્ટ પોલીસમાં અજાણ્યા યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મામલો સામે આવ્યો છે.
ADVERTISEMENT
એરપોર્ટથી યુવકનું અપહરણ કરીને સોનાની લૂંટ
વિગતો મુજબ, વડોદરાનો આરીફ શેખ નામનો યુવક ટોળકી માટે ગત 27 ઓક્ટોબરના રોજ દુબઈથી 850 ગ્રામ સોનાની બે કેપ્યુલ ગુપ્ત ભાગમાં છુપાવીને સ્મલિંગથી લાવ્યો હતો. તે મોડી રાત્રે 3 વાગ્યે એરપોર્ટના પાર્કિંગમાં હતો ત્યારે તે અજાણ્યા શખ્સ ATSના અધિકારી તરીકેની ઓળક આપીને આરીફ તથા તેને પીકઅપ કરવા આવેલા આફતાબ અને મુબીનને ઈકો કારમાં અપહરણ કરીને નારોલ ખાતે લઈ ગયા. અહીંથી બીજી કારમાં બેસાડી આરીફને એક ફ્લેટમાં લઈ ગયા અને ડરાવી ધમકાવીને પ્રેશર કરાવી ગુપ્ત ભાગમાં સંતાડેલી 50 લાખના સોનાની બે કેપ્સુલ કઢાવી હતી.
સોનું લૂંટીને ગીતા મંદિર ઉતારી દેવાયો
બાદમાં આરોપીઓએ સમગ્ર મામલાની કોઈને જાણ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેને રીક્ષામાં બેસાડીને ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે ઉતારી દીધો હતો. વડોદરાની બસમાં બેઠા બાદ આરીફે તેને સોનું લેવા દુબઈ મોકનારા જાકીર વોરાને ફોન કરીને સમગ્ર બાબતની જાણ કરી હતી. જે બાદ આ આરીફે બે નકલી ATS અધિકારીઓ તથા તેમને મદદ કરનાર અન્ય વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT