Ahmedabad News: દિવાળી પહેલા ખાવા-પીવાની વસ્તુમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એકબાજુ નકલી મુખવાસ, માવો તથા ઘી પકડાઈ રહ્યા છે. ત્યારે ગ્રાહકોને નફો કમાવવા હલકી ગુણવત્તાના સડેલા ડ્રાયફ્રૂટ્સ વેચવાનો મામલો સામે આવ્યો છે. ઘરે જઈને જોતા અંદરથી ઈયળો મળી આવી હતી.
ADVERTISEMENT
બોપલની દુકાનમાંથી યુવકે ડ્રાયફ્રૂટ્સ ખરીદ્યા હતા
વિગતો મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ્સના નામની દુકાનમાંથી મહેશભાઈ પટેલે ડ્રાયફ્રૂટ્સ ખરીદ્યા હતા. આ બાદ જ્યારે મહેશભાઈએ ઘરે જઈને કાજુ જોયા તો અંદર ઈયળ ફરતી હતી. જેથી તેઓ ફરી માધવ ડ્રાયફ્રૂટ્સમાં ગયા હતા અને ત્યાં જે બરણીમાંથી કાજુ આપવામાં આવ્યા તેમાં તપાસ કરતા અંદર બરણીમાં પણ ઈયળ અને જીવડા ભરતા હતા. દુકાનમાં જે બદામ હતી તે પણ અખાદ્ય નીકળતા દુકાનદાર દ્વારા અખાદ્ય વસ્તુ આપતા ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી.
ખાસ છે કે, તહેવારમાં વેપારીઓ દ્વારા ભેળસેળવાળો અથવા અખાદ્ય પદાર્થનું વેચાણ કરવામાં આવે છે. લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રોજ ચેકિંગ કરવામા માટે કેબિનેટ બેઠકમાં આદેશ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT