અમદાવાદના ઈસનપુરમાં લવ જેહાદની ઘટના, પોલીસની સામે આરોપીને મારવા ટોળું દોડ્યું

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. ઈલિયાસ નામના શખ્સે નામ બદલીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. જેથી…

gujarattak
follow google news

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. ઈલિયાસ નામના શખ્સે નામ બદલીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. જેથી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઈલિયાસે યશ બનીને સગીરાને ફસાવી

વિગતો મુજબ, અમદાવાદના ઈસનપુરમાં રહેતી 16 વર્ષની સગીરાને ઈલિયાસ નામના યુવકે યશ બનીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને જ્યારે યુવકનું સાચું નામ માલુમ પડ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેણે સમગ્ર હકીકત પોતાની માતાને જણાવી હતી. આ બાદ સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં જઈને ઈલિયાસ સામે ફરિયાદ નોંધાવી હતી.

માતાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ઈસનપુર પોલીસ સ્ટેસનમાં ભોગ બનનારી સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમની દીકરીને કપડાની દુકાનમાં નોકરીએ રાખીને ખોટી ઓળખ આપીને આરોપીએ બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હતો. ઘટના સામે આવતા સ્થાનિકોએ યુવકને માર મારવાનો પ્રયાસ કર્યો હતો, તો પોલીસ યુવકને ટોળાથી માંડ બચાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા સુરતમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં કાપડ બજારમાં ઘણા વર્ષોથી ધંધો કરતો વેપારી પાસેથી બે આધારકાર્ડ મળી આવ્યા હતા. યુવક પોતે મુસ્લિમ હોવાનું છુપાવીને હિન્દુ નામથી ધંધો કરતો હતો અને તેના સ્ટાફના લોકોને પણ તેની આ હકીકતની જાણ નહોતી.

    follow whatsapp