અમદાવાદ: શહેરના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ દરમિયાન તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે તથ્ય પટેલ જે જેગુઆર કાર ચલાવતો હતો તે કાર ક્રિશ વરિયા નામની વ્યક્તિના નામે છે. આ ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા સામે 450 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાયેલી છે. આ કેસમાં CBIએ આરોપી હિમાંશુ વરિયા સહિત અન્યો સામે તપાસ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી.
ADVERTISEMENT
તથ્ય પટેલ ચલાવતો હતો કે કાર હિમાંશુ વરિયાની હતી
શહેરના ઈસ્કોન બ્રિજ પર ગુરુવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવીને 9 લોકોને અડફેટે લેનારી આ જેગુઆર કારનું રજીસ્ટ્રેશન ક્રિશ વરિયાના નામે હોવાનું બહાર આવ્યું છે. Gj 01 wk 0093 કાર નંબરના માલિક ક્રિશ વરિયા હોવાનું સામે આવ્યું છે. ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા છે અને હિમાંશુ વરિયા સામે પણ CBIએ તપાસ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હિમાંશુ વરિયા સામે 450 કરોડની CBI એ તપાસ કરી છે. કરોડો રુપિયાની ઠગાઇના કેસમાં હિમાંશુ વરિયા સામે તપાસ કરાઇ હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે.
હિમાંશુ વરિયાના પિતા પર ગંભીર આરોપ
હિમાંશુ વરિયાએ બેંકમાંથી ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈને ઉચાપત કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયેલો છે. અમદાવાદમાં આવેલી વરિયા એન્જિનિયરિંગ સામે મળેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધારે CBIએ કેસ નોંધ્યો હતો. વરિયા એન્જિનિયરિંગ સહિત અન્ય કંપનીઓ દ્વારા 2013થી 2017 સુધીમાં SBI સહિતની બેંકોનો કન્સોર્ટિયમ સાથે અંદાજિત રૂ.450 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. CBIએ તપાસ બાદ 2022માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમાં હિમાંશુ વરિયા પણ 15 આરોપીમાંથી એક છે. મહત્વની વાત છે કે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશે પણ કહ્યું હતું કે, મારા ભાગીદારના નામની ગાડી છે ત્યારે ભાગીદારનો પણ પ્રજ્ઞેશની જેમ ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે.
ADVERTISEMENT