ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: જગુઆર કાર મૂળ માલિકને પરત મળશે, કોર્ટે કેટલા કરોડના બોન્ડ ભરવા આદેશ કર્યો?

Ahmedabad Accident Case: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બેફામ જગુઆર કાર હંકારીને 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલ હાલ જેલમાં છે. અકસ્માત કેસમાં એક મોટા સમાચાર…

gujarattak
follow google news

Ahmedabad Accident Case: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બેફામ જગુઆર કાર હંકારીને 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલ હાલ જેલમાં છે. અકસ્માત કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ જગુઆર કાર જેનાથી અકસ્માત થયો તે હવે મૂળ માલિકને પરત કરવામાં આવશે. આ માટે કાર માલિકે 1 કરોડના બોન્ડ ભરવા પડશે. અકસ્માત કેસમાં આ સૌથી મોંઘા બોન્ડ હશે અને કાર જરૂર પડે ત્યારે પૂરાવા સ્વરૂપે હાજર કરવાની શરતે ગ્રામ્ય કોર્ટ દ્વારા આ આદેશ અપાયો હતો.

જગુઆરની ટક્કરે 9 લોકોના મોત થયા

વિગતો મુજબ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સુનાવણી દરમિયાન ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જગુઆર કાર તેના મૂળ માલિક ક્રિશ વરિયાને પરત આપવા આદેશ કર્યો છે. આ જ કારની ટક્કરથી બ્રિજ પર ઊભેલા 9 લોકોના મોત થયા હતા તો અન્ય 10 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં કારને પણ મોટું નુકસાન થયું હતું. અકસ્માત બાદથી જ એસ.જી હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશન-2માં રખાઈ હતી.

1 કરોડના બોન્ડ પર મળશે કાર

ક્રિશ વરિયાએ અકસ્માતના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને આ કાર વાપરવા માટે આપી હતી. જેને લઈને અકસ્માતના દિવસે તથ્ય પટેલ નીકળ્યો હતો. અકસ્માત બાદથી પોલીસ સ્ટેશનમાં કાર પડી હતી હવે તેને મૂળ માલિક ક્રિશ વરિયાને પરત કરાશે. તપાસ અધિકારીએ કોર્ટમાં રિપોર્ટ જમા કરાવ્યો તેમાં કારની કિંમત 78 લાખ હોવાનું જણાવ્યું હતું અને કાર માલિકને પરત કરવા સામે દલીલ કરી હતી, જોકે કોર્ટે નોંધ્યું કે કાર લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં છે અને ગાડીને નુકસાનની શક્યતા છે આથી CRPC કલમ 451 હેઠળ કાર અરજદારને આપવી જોઈએ પણ જરૂર પડે ત્યારે કાર તપાસ માટે ઓથોરિટી સમક્ષ હાજર કરવી પડશે. કોર્ટની પરવાનગી વગર કાર અરજદાર કોઈને વેચી શકશે નહીં.

    follow whatsapp