- અમદાવાદના શાહીબાદમાં પ્રેમવતી રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવાત નીકળી.
- ગ્રાહકે મગાવેલી મોરૈયાની ખીચડીમાં જીવાત નીકળતા વીડિયો વાઈરલ કર્યો.
- AMCના ફૂડ વિભાગે પ્રેમવતીને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો.
Ahmedabad News: રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત નીકળવાની ઘટના સતત સામે આવી રહી છે. આ વચ્ચે અમદાવાદના શાહીબાગમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટમાં મોરૈયાની ખીચડીમાં જીવડું નીકળવાની ઘટના સામે આવી છે. આ બાદ AMC દ્વારા રેસ્ટોરન્ટને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મોરૈયાની ખીચડીમાં નીકળી જીવાત
વિગતો મુજબ, શાહીબાદમાં BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી આકાશ શુક્લા નામની વ્યક્તિએ મગાવેલી ફરાળી મોરૈયાની ખીચડીમાં જીવડું નીકળ્યું હતું. આ ઘટના સામે આવતા સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાઈરલ થતા વિવાદ સર્જાયો હતો. ફરાળી ખીચડીમાં જીવાત નીકળતા રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતી ખાદ્ય વસ્તુઓ કેટલી શુદ્ધ હશે તેના સામે સવાલો થવા લાગ્યા છે.
ફૂડ વિભાગે 10 હજારનો દંડ કર્યો
ગ્રાહક દ્વારા આ અંગે AMCના ફૂડ વિભાગમાં જાણ કરીને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ AMCએ પ્રેમવતી રેસ્ટોરન્ટને રૂ.10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સાથે ફૂડ વિભાગની ટીમ દ્વારા ફરાળી ખીચડી સહિતની વસ્તુઓના ખાદ્યસેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ખાસ છે કે આ પહેલા SVP હોસ્પિટલની કેન્ટીનમાંથી દર્દીએ મગાવેલા સૂપમાં પણ જીવાત મળી આવી હતી. આ બાદ હેલ્થ વિભાગે કેન્ટીનને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ADVERTISEMENT