Lulu Group Mall in India : ગુજરાતમાં વિશ્વની ઊંચી પ્રતિમા અને સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે હવે ગુજરાતીઓ માટે વધુ એક ગર્વના સમાચાર મળી રહ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 રાજ્ય માટે ઘણા મહત્વના રોકાણો અને વિકાસ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લુલુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરી હતી. આ ગ્રુપ દ્વારા સમિટમાં રૂ. 4,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. લુલુ ગ્રુપે કહ્યું છે કે મોલનું નિર્માણ કાર્ય 2024માં શરૂ કરશે.આ મોલ અમદાવાદના એસપી રીંગ રોડ પર બને તેવી સંભાવના છે.
ADVERTISEMENT
અમદાવાદમાં આવશે તમામ મોટી બ્રાન્ડ
લુલુ ગ્રુપના ચેરમેન યુસુફ અલીએ વાઈબ્રન્ટ સમિટમાં આ મોટી જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદમાં તૈયાર થનારા આ મોલમાં વિશ્વની તમામ મોટી બ્રાન્ડ અને વિશ્વ કક્ષાના મનોરંજન સ્થળ વિકસાવવામાં આવશે. આ મોલના નિર્માણથી રાજ્યના સૌથી મોટા શહેર અને નાણાકીય કેન્દ્રની તમામ જરૂરિયાતો પૂરી થશે.
આધુનિક સુવિધાઓથી સજ્જ
લુલુ ગ્રુપના માર્કેટિંગ અને રિલેશનશિપ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર વી નંદકુમારે વાઈબ્રન્ટ ગુજરાતમાં જણાવ્યું હતું કે, આ એક મહત્વની આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ છે. લોકો અહીં મોટા મોટા રોકાણ કરે છે અને NRI ને પણ ઘણો લાભ થાય છે. અમે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બાંધવા જઈ રહ્યા છીએ. અમે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ રૂ. 3,000 કરોડના શોપિંગ મોલનું નિર્માણ આગામી વર્ષની શરૂઆતથી શરૂ કરીશું.
શું શું સુવિધા હશે
અમદાવાદ સ્થિત શોપિંગ મોલમાં 300થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ હશે. તેમાં 3,000 લોકોની ક્ષમતા સાથે મલ્ટી-કુઝીન રેસ્ટોરન્ટ, બાળકો માટેનું દેશનું સૌથી મોટું મનોરંજન કેન્દ્ર, IMAX સાથેનું 15-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ અને અન્ય ઘણા આકર્ષણો હશે.
ADVERTISEMENT