Ahmedabad atmosphere today: અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં તોફાની પવન (stormy winds) સાથે જોવા મળ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. અમદાવાદ સિવાય ગાંધીનગરમાં પણ વંટોળનો માહોલ જોવા મળ્યો છે. ભારે પવનના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે.
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી. આશ્રમ રોડ, સીજી રોડ, નારણપુરા, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, ગોતા, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. તો આ વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી થઈ છે.
Unseasonal Rain: કરા...ગાજવીજ...ભારે પવન...ભરઉનાળે ગુજરાતમાં અષાઢી માહોલ
6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતામાં મૂકાયા છે. રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને ઉત્તર પૂર્વીય સાઈક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાના કારણે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. ગઈકાલે નર્મદાના ડેડિયાપાડામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ જિલ્લાના સરીબાર, કોકમ અને મોહબીમાં હળવો વરસાદ પડ્યો હતો. તો દાહોદના લીમડી ખાતે પણ વરસાદી માહોલ છવાયો હતો. ગુજરાતના પ્રિય હિલસ્ટેશન સાપુતારામાં કરા સાથે વરસાદ પડતા સહેલાણીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.
ADVERTISEMENT