Heart Attack: ગુજરાતમાં ફરી એકવાર હાર્ટ એટેકથી યુવાનોના મોતની ઘટના બની છે. જેને લઈને લોકોની સાથે સાથે તબીબી જગત પણ એકાએક ચિંતામાં મૂકાયું છે. હાર્ટ એટેકના જુદા જુદા બનાવોમાં અમદાવાદ, સુરત, રાજકોટ તથા મહેસાણામાં 24 કલાકમાં 7 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. એકાએક સ્વજનના નિધનના કારણે પરિજનો પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ADVERTISEMENT
રાજકોટમાં 3 લોકોના મોત
રાજકોટમાં એક 3 લોકોના 12 કલાકમાં જ હાર્ટ એટેકથી મોત થઈ ગયા છે.24, 40 અને 43 વર્ષના યુવકોને છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને ઢળી પડ્યા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે 12 કલાકના સમયમાં જ 3 લોકોના હાર્ટ એટેકથી મોત થતા તબીબો પણ ચિંતિત બન્યા છે.
અમદાવાદમાં કોંગ્રેસ નેતાનું મોત
અમદાવાદમાં હાર્ટ એટેકથી કોંગ્રેસના નેતાનું પણ મોત થઈ ગયું છે. શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના મંત્રી અને ચાંદખેડામાં રહેતા 36 વર્ષના વિશાલ સોલંકીનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. જેતપુરમાં 22 વર્ષના કિશન મકવાણા નામનો યુવક ઘરમાં બેઠો હતો. અચાનક તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. પરિજનો તાત્કાલિક તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા જોકે ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
સુરત-મહેસાણામાં પણ હાર્ટ એટેકથી મોત
સુરતના માંડવીમાં મુકેશ ગામીત નામના યુવકનું ગરબા રમતા હાર્ટ એટેક આવી ગયો. યુવક ગરબા રમતા રમતા જ છાતીમાં દુઃખાવો થતા ઢળી પડ્યો. આથી પરિજનો તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો મહેસાણામાં પણ 65 વર્ષના વૃદ્ધ દશરથ પટેલને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થઈ ગયું.
ADVERTISEMENT