નવી દિલ્હી: આ વર્ષે ભારતમાં યોજાનારા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મેન્સ ODI વર્લ્ડ કપ 2023 પહેલા તેની ટ્રોફીના પ્રવાસની મોટા સ્તરથી શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અદભૂત ઉતરાણ પહેલાં પૃથ્વીથી એક લાખ 20 હજાર ફૂટ ઉપર ટ્રોફી લોન્ચ કરવામાં આવી હતી. જેનો વીડિયો હવે સામે આવ્યો છે.
ADVERTISEMENT
આ ટ્રોફીને ખાસ સ્ટ્રેટોસ્ફેરિક બલૂન સાથે જોડવામાં આવી હતી. આ દરમિયાન કેમેરાથી પૃથ્વીના વાતાવરણના કિનારે ટ્રોફીની કેટલીક અદભૂત તસવીરો કેદ કરી હતી. ટ્રોફીનો 2023નો પ્રવાસ તેની અત્યાર સુધીની સૌથી મોટી ટુર હશે જેમાં ચાહકોને વિશ્વભરના વિવિધ દેશો અને શહેરોમાં આઇકોનિક ટ્રોફી સાથે જોડાવાની તક મળશે.
18 જેટલા દેશોમાં ફરશે ICCની ટ્રોફી
આઈસીસીની રીલીઝ મુજબ 27 જૂનથી આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી યજમાન ભારત, કુવૈત, બહેરીન, મલેશિયા, અમેરિકા, નાઈજીરીયા, યુગાન્ડા, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા સહિત 18 દેશોમાં જશે. પ્રવાસ દરમિયાન દેશભરમાં નવીન પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા 10 લાખ ચાહકો ટ્રોફીને જોઈ શકશે.
ICC ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે કહ્યું, “ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર અત્યાર સુધીના સૌથી મોટા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ગણતરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રવાસ પર, ટ્રોફી વિશ્વના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સ્થળોની મુલાકાત ઉપરાંત રાજ્યના વડાઓ સાથે સમક્ષ રજૂ કરાશે, સમુદાયિક પહેલ શરૂ કરશે અને દુનિયાભરના કેટલાક સૌથી ખાસ પ્રતિષ્ઠિત સ્થળોનો પ્રવાસ કરીને ક્રિકેટના વિકાસ કાર્યક્રમોને સમર્થન આપશે.
જય શાહે ટ્વીટ કરીને શું લખ્યું?
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, “કોઈ પણ રમત ભારતને ક્રિકેટની જેમ એક કરતી નથી અને સમગ્ર દેશમાં ઉત્સાહ વધી રહ્યો છે કારણ કે અમે છ અઠવાડિયાના હૃદયસ્પર્શી ક્રિકેટ માટે વિશ્વની 10 શ્રેષ્ઠ ટીમોની એકસાથે મેજબાનીની તૈયારી કરી રહ્યા છીએ.”
તેમણે કહ્યું, “વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન નજીક આવી રહ્યું છે, ટ્રોફી ટૂર એ ચાહકો માટે ઇવેન્ટનો ભાગ બનવાની એક શ્રેષ્ઠ તક છે, તેઓ ગમે ત્યાં હોય. આ પ્રવાસ મોટાભાગે ભારતમાં થશે. દેશભરમાં આઇકોનિક સ્થળો, શહેરો અને સીમાચિહ્નોનું પ્રદર્શન કરવાની તક પૂરી પાડશે. ટ્રોફી પ્રવાસ ભારતમાં 27 જૂનથી શરૂ થશે અને વિશ્વભરમાં પ્રવાસ કર્યા બાદ ટ્રોફી 4 સપ્ટેમ્બરે યજમાન દેશમાં પરત ફરશે.
ADVERTISEMENT