અમદાવાદ: ICC ODI વર્લ્ડકપના શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી 10 ટીમો વચ્ચે વર્લ્ડકપની મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચની સૌ ક્રિકેટ રસિકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર થતા જ અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચના દિવસે હોટલના ભાડમાં તોતિંગ વધારો થઈ ગયો છે. કેટલીક હોટલોનું ભાડું 50 હજાર સુધી પહોંચી ગયું છે.
ADVERTISEMENT
15 ઓક્ટોબરે છે અમદાવાદમાં મેચ
ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆતની મેચ, ફાઈનલ મેચ તથા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાવાની છે. ભારત અને પાકિસ્તાનની મેચ 14 અને 15 ઓક્ટોબરે રમાવાની છે. એવામાં શહેરની હોટલોમાં અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ગયું છે. 13થી 16 ઓક્ટોબર વચ્ચે મોટાભાગની હોટલોમાં અત્યારથી બુકિંગ ફુલ થઈ ગયું છે. તો 5 સ્ટાર હોટલોમાં સામાન્ય રીતે જે ભાડું 10થી 20 હજાર વચ્ચે રહેતું હોય છે કે હવે 50 હજાર રૂપિયાથી વધુ થઈ ગયું છે. હોટલના બેઝ કેટેગરીના રૂમનું ભાડું 50 હજાર સુધી છે, અને પ્રીમિયમ કેટેગરીના રૂમનું ભાડું 1 લાખને પણ વધુ ગયું છે.
કઈ હોટલમાં કેટલું ભાડું?
ઓનલાઈન હોટલ બુકિંગ વેબસાઈટ મુજબ, હાલમાં અમદાવાદની ITC હોટલનું ભાડું 71 હજાર રૂપિયા છે, જ્યારે Pride પ્લાઝા હોટલનું ભાડું 75 હજાર સુધી પહોંચી ગયું છે. તો રિજેન્ટા સેન્ટ્રલ અંતરિમનું ભાડું 49 હજાર છે. અલ ડોરાડોનું ભાડું 26 હજાર થઈ ગયું છે, તો લેમન ટ્રી હોટલનું ભાડું 22 હજાર થઈ ગયું છે. બીજી તરફ તાજ હોટલ 14 અને 15 ઓક્ટોબર માટે અત્યારથી જ બુક થઈ ગઈ છે.
ભારતીય ટીમનું વર્લ્ડકપ 2023 માટેનું શિડ્યૂલ:
ભારત vs ઓસી., 8 ઓક્ટોબર, ચેન્નઈ
ભારત vs અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત vs પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ
ભારત vs બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણા
ભારત vs ન્યૂઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાળા
ભારત vs ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ
ભારત vs ક્વોલિફાયર, 2 નવેમ્બર, મુંબઈ
ભારત vs દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા
ભારત vs ક્વોલિફાયર, 11 નવેમ્બર, બેંગ્લુરુ
ADVERTISEMENT