અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, આઇસરે ટક્કર મારતા બે યુવકોના મોત

Ahmedabad News: અમદાવાદ શહેરમાં માતેલા સાંઢની જેમ બેફામ રસ્તા પર દોડતા વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે. તાજેતરમાં શિવરંજની પાસે એક યુવતીના મોત બાદ હવે…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદ શહેરમાં માતેલા સાંઢની જેમ બેફામ રસ્તા પર દોડતા વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે. તાજેતરમાં શિવરંજની પાસે એક યુવતીના મોત બાદ હવે હાથીજણ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં લોકોના મોત થયા છે. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

હાથીજણ પાસે હિટ એન્ડ રનની ઘટના

વિગતો મુજબ, ગુરુવારે રાત્રે અમદાવાદના હાથીજણ પાસે આવેલા પુષ્પક સિટી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ પર પૂરપાટ ઝડપે જતી આઈસરે બાઈક સાથે બે યુવકનો અડફેટે લીધા હતા. જેમાં મોહમ્મદ ખાન ઝાકીર પઠાણ નામના શખ્સનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે કિશનસિંહ વાઘેલા નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું.

અજાણ્યા ચાલક સામે ગુનો નોંધાયો

અકસ્માત સર્જીને વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે વિવેકાનંદ નગર પોલીસ સમગ્ર હિટ એન્ડ રન મામલે તપાસ કરી રહી છે. સાથે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની તપાસ હાથ ધરી છે.

    follow whatsapp