Gujarati News: ગુજરાતમાં હવે એ દિવસો પુરા થઈ જશે જ્યાં તમને ટીસી નંબર પ્લેટ વાળું વાહન દેખાશે. આવું એટલે થશે કે આરટીઓના નિયમોમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. ટીસી નંબર પ્લેટ સાથે ફરતા વાહનો આપણે તો ઘણા જોયા હશે. જોકે હવે આવું બનવું ભુતકાળ એટલે બનવા જઈ રહ્યું છે કે, આરટીઓ નંબર પ્લેટ લગાવવાથી નંબર પ્લેટ મેળવવાનું કામ હવે ડિલર્સને જ માથે મુક્યું છે. જેને કારણે હવે વાહન ત્યારે જ મળશે જ્યારે તેનો નંબર સાથે હશે.
ADVERTISEMENT
14મીથી અમલ શરૂ
પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, આરટીઓ પાસેથી કામ લઈને ડીલરને પહેલા નંબર સોંપવામાં આવતા હતા. સાથે જ આરટીઓમાં લોકોને વાહનની નંબર પ્લેટ ફિટિંગનો ધક્કો ઊભો રહેતો હતો. હવે આ કામગીરી ડિલર્સને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે 14 સપ્ટેમ્બરથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. હવે ગુજરાતમાં નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ માલિકને મળશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાવવાનું કામ ડિલર્સ દ્વારા જ કરવામાં આવશે. વાહન ચાલકોને નંબર પ્લેટના કામો માટે આરટીઓમાં ખાવા પડતા ધક્કાઓથી હવે મુક્તિ મળશે.
Khodiyar Maa controversy: ‘રાક્ષસ તારું માતા ગમે ત્યારે હૃદય બેસાડી દેશે, આને દેશથી ખદેડો’- કબરાઉ બાપુ થયા આકરા
… તો ડિલર સામે પણ થઈ શકે છે કાર્યવાહી
અગાઉ નંબરની ફાળવણી આરટીઓમાં થતી હતી. હવે ડિલર્સ કક્ષાએથી જ નંબર ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવશે જેથી નંબર ફાળવણી માટેની આરટીઓની કામગીરી ઝડપી બનશે તેવો અંદાજ છે. આરટીઓ હવે દસ્તાવેજોની ચકાસણી તથા કાયદા પ્રમાણે થતી ફી અને ટેક્સ ભર્યા છે કે નહીં તે કામગીરી વધારે ક્ષમતાથી કરી શકશે. હવે તમે જે શોરૂમથી વાહન ખરીદશો ત્યાં જ નંબર પ્લેટ પણ લગાવી અપાશે. નંબર પ્લેટ વગર વાહન રોડ પર ફેરવી શકાશે જ નહીં. જો નંબર પ્લેટ વગરનું નવું વાહન બહાર ફરતું મળશે તો ડિલર પર પણ કાર્યવાહી થઈ શકે છે. તેવી તાકીદ પણ કરાઈ છે. જેમાં સસ્પેન્શનથી લઈ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે તો ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.
કેટલાક ડિલર્સને આ નિયમ નથી મંજુર
જોકે અહીં આપને જણાવી દઈએ કે ડિલર્સ દ્વારા નવા નિયમની પદ્ધતિનો વિરોધ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ ડિલર એસોશિએશને આ અંગે વિરોધમાં પિટિશન ફાઈલ કરી છે. જેથી હવે આવતીકાલથી તેનું અમલીકરણ થાય છે કે કેમ તેને લઈને અસમંજસ જેવી સ્થિતિ છે.
ADVERTISEMENT