Gujarat Rain News: ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રીય થવાના કારણે રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં આજે 15 જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 151 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડામાં 5.5 ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે.
ADVERTISEMENT
આજે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં શનિવારે વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો વધુ વરસાદ?
રાજ્યમાં વલસાડના કપરાડામાં 5.5 ઈંચ, ડાંગના સુબિરમાં 5 ઈંચ, આહવામાં 4.4 ઈંચ, ધરમપુરમાં 4 ઈંચ, ખેરગામમાં 4 ઈંચ, અંકલેશ્વરમાં 3.5 ઈંચ, માંગરોળમાં 3 ઈંચ, મહેસાણામાં 2.5 ઈંચ, વાગરામાં 2.5 ઈંચ અને મહુવામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો અમદાવાદ શહેરમાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના 66 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે.
ADVERTISEMENT