રાજ્યભરમાં 3400થી વધુ સ્પામાં પોલીસનું ચેકિંગ, 324 સંચાલકો સામે નોંધાયા ગુના

Ahmedabad News: રાજ્યભરમાં પોલીસ દ્વારા સ્પા અને મસાજ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. અઠવાડિયા સુધી ચાલેલી આ દરોડાની કાર્યવાહીમાં રાજ્યભરમાં 3499 સ્પામાં ચેકિંગ કરવામાં…

gujarattak
follow google news

Ahmedabad News: રાજ્યભરમાં પોલીસ દ્વારા સ્પા અને મસાજ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. અઠવાડિયા સુધી ચાલેલી આ દરોડાની કાર્યવાહીમાં રાજ્યભરમાં 3499 સ્પામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મસાજ પાર્લરની આડમાં દેહવ્યાપારની ધમધમતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા જેમાં 324 સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે 218ની ધરપકડ કરવામાં આવી છે અને 32ના લાઈસન્સ કેન્સલ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં 1000 જેટલા સ્પા

અમદાવાદ શહેરની જ વાત કરીએ તો અમદાવાદમાં 1000 જેટલા સ્પા ધમધમતા હતા, જેમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 50 જેટલા સ્પા સંચાલકો સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ગુનો નોંધીને તેમની ધરપકડ કરાઈ હતી. ચેકિંગની આ કાર્યવાહી દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી અને સ્પામાં કામ કરતી યુવતીઓની માહિતીની ખરાઈ કરવામાં આવી હતી.

દરમિયાન માહિતીમાં વિસંગતતા મળી આવતા તમામ વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે. ખાસ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સ્પા-હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી.

    follow whatsapp