અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ, ચરસ, પોશ ડોડા સહિતના નશાકારક દ્રવ્યોની બેફામ બોલબાલા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતમાં એટલી માત્રામાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, એટલી માત્રામાં આમ તેમ રઝળતું પણ મળી જાય તેવી પણ ઘટનાઓ સામે આવી છે કે સવાલ ઊભો થાય છે કે આટલું પકડાયું તો ગુજરાતમાં ઘૂસ્યું કેટલું હશે? માતા-પિતાએ હાલમાં પોતાના સંતાનો અને સ્વજનોને આ ડ્રગ્સની આડ અસર કેટલી ખરાબ છે તેના અંગે સજાગ કરવા જરૂરી બન્યા છે. જોત જોતામાં યુવાનીના મદમાં જો આ રસ્તો પકડાયો તો પછી પાછા આવવાના રસ્તા અત્યંત કઠીન છે, ઘણાઓએ પોતાના સંતાનો અન્ વ્હાલા સ્વજનો ગુમાવ્યા છે તે ડ્રગ્સનું કડવું સત્ય છે. જવાબદાર મીડિયા તરીકે લખીને, ન્યૂઝ રિપોર્ટ કરીને કે પછી જવાબદાર પોલીસ તરીકે ડ્રાઈવ ચલાવી, કેમ્પેઈનિંગ કરીને એટલું અસરકારક પરિણામ નહીં આવી શકે જેટલું તમે જાતે પોતાની રીતે આ બદીઓ અંગે પરિવાર અને સ્વજનો સાથે ચર્ચા કરશો. આ અત્યંત ગંભીર છે અને તેને નાથવાની જવાબદારી માત્ર તંત્રની નહીં આપ, અમે અને આપણા જેવા તમામ ભારતીયની છે.
ADVERTISEMENT
કેવી રીતે શખ્સને પકડ્યો?
આપણે હવે સમાચાર અંગે વાત કરીએ તો, અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતેથી એસઓજી (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) દ્વારા 2 કરોડનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. માહિતી મળતા જ એસઓજી પોલીસ એક્શનમાં આવી હતી. વિગતો એવી હતી કે કાળા રંગના બેગ સાથે એક શખ્સ આવે છે જે પોતાની સાથે ડ્રગ્સનો જથ્થો ધરાવે છે એને તે ડ્રગ્સ અન્ય ડ્રગ્સ પેડલર્સ સુ પહોંચાડવાનું છે. એસઓજીએ વોચમાં ગોઠવી દીધી અને શખ્સ જેવો આવ્યો કે તેને કોર્ડન કરી તેની પુછપરછ કરી હતી. તેની હાલત ગભરાયેલી જોવા મળી હતી અને તેના હાવભાવ જાણે અચાનક મોત સામે આવ્યું હોય તેવા થઈ ગયા હતા.
આણંદ કલેક્ટરના કાંડ મામલે નહેરમાં ઉતરી પોલીસઃ જુઓ શું મળ્યું?
2 કરોડની MD ડ્રગ્સ પણ ગુજરાતની જ ડિમાન્ડ?
પોલીસે તુરંત તેની પાસેની બેગમાં શું છે તેની પૃચ્છા કરી પરંતુ તે તેનો જવાબ આપવામાં પણ ગભરાયેલો હતો. પોલીસે ખોલીને તપાસ કરાવવા કહ્યું તો ખબર પડી કે તેની પાસે એમડી ડ્રગ્સ છે. એસઓજીનો સ્ટાફ પણ આ જથ્થો જોઈ ચોંકી ગયો હતો, કારણ કે એસઓજી માટે પણ આટલી મોટી માત્રામાં આવી રીતે પકડાયેલા ડ્રગ્સની આ પહેલી ઘટના હતી. તેની પાસે 2 કિલોથી વધારે એમડી ડ્રગ્સ હતી જેની માર્કેટ વેલ્યુ અંદાજીત 2 કરોડ રૂપિયા થવા જાય છે. હવે વિચારો કે આ એક શખ્સ આટલી મોટી માત્રામાં ડ્રગ્સ લઈને ગુજરાતમાં અન્ય ડ્રગ્સ પેડલર્સને આપવાનો હતો. તેની પાસેથી કોણ લેવાનું હતું અને આટલો મોટો ધંધો કરીને તે કોને કમાણી કરાવવાનો હતો? નિશ્ચિત જ આ માલ ગુજરાતથી અન્ય રાજ્યોમાં તો જવાનો નહીં હોય, આ ગુજરાતની જ ડિમાન્ડ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે ખેર, હવે તે શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આપણા આ તમામ પ્રશ્નો અને ચર્ચાઓનો જવાબ પોલીસ પોતાની આગળની કાર્યવાહીમાં જાણી લેશે તેવી આશા. હાલ પોતાનાઓની ચિંતા પોતે કરવાની જવાબદારી લેવાની છે.
ADVERTISEMENT