BREAKING: ગિફ્ટ સિટીમાં 2 વર્ષ માટે મળશે લીકર પરમીટ, આ માટે સરકારને કેટલી ફી ચૂકવવી પડશે?

Gift City News: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સરકાર દ્વારા ડાઈન એન્ડ વાઈનની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણય બાદથી જ કેટલાક લોકો તેના સપોર્ટમાં છે તો…

gujarattak
follow google news

Gift City News: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સરકાર દ્વારા ડાઈન એન્ડ વાઈનની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણય બાદથી જ કેટલાક લોકો તેના સપોર્ટમાં છે તો કેટલાક તેના વિરોધમાં. ત્યારે સૌથી મોટો સવાલ એ હતો કે આ છૂટ બાદ કોને-કોને દારૂનું સેવન કરવાની છૂટ મળશે. ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે હવે SOP જાહેર કરવામાં આવી છે. જેમાં દારૂ વેચવાની પ્રક્રિયાથી લઈને પીવા સુધીની છૂટ કોને અને કેવી રીતે મળશે તેની માહિતી આપવામાં આવી છે.

કેવી રીતે મળશે લીકર એક્સેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ?

1) લીકર એકસેસ પરમીટ/ટેમ્પરરી પરમીટ મેળવનાર વ્યક્તિ 21 વર્ષથી વધુ વયના હોવા જોઇએ.

2) લીકર એક્સેસ પરમિશન 2 વર્ષ માટે આપવામાં આવશે અને તેને 2 વર્ષ બાદ રિન્યૂ કરાવી શકાશે. આ માટે વર્ષની રૂ.1000 ફી આપવાની રહેશે. જો પરમિશનધારક કર્મચારી ગિફ્ટ સિટીમાં કંપની/સંસ્થા/યુનિટ છોડી દે તો તેની પરમિટ કેન્સલ થઈ જશે.

3) લીકર એકસેસ પરમીટ મેળવતા પહેલાં સામેલ નમૂના મુજબ પ્રવર્તમાન કાયદા, નિયમોનું પાલન કરવા બાંહેધરી આપવાની રહેશે.

4) લીકર પરમીટ મેળવનારે તેઓ જ્યારે ગીફટ સીટીમાંથી નોકરી છોડે તેના પછીના ચાલુ દિવસમાં પોતાની પરમીટ રદ કરવા માટે રજૂ કરી દેવી પડશે.

5) લીકર એક્સેલ પરમીટ/ટેમ્પરરી પરમીટ ધારકે લીકર સેવન કર્યા બાદ પોતાની પરમીટ અને બીલ પોતાની પાસે રાખવા પડશે. સક્ષમ સત્તાધિકારી તે પરમીટ તપાસવાની માંગણી કરે તો રજૂ કરવાની રહેશે.

6) લીકર એકસેસ પરમીટધારક જ્યારે ટેમ્પરરી પરમીટધારક સાથે વાઇન એન્ડ ડાઇન કેસીલીટીમાં લઈને આવે ત્યારે સમગ્ર સમયગાળા દરમ્યાન ટેમ્પરરી પરમીટધારક સાથે રહેવાનું રહેશે અને ટેમ્પરરી પરમીટ ધારકોને લીકર સેવન કર્યા અંગેનું બીલ તમામને તેમના મોબાઇલ ઉપર ડીઝીટલી તાત્કાલિક મળે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

7) લીકર એકસેસ પરમીટધારકે પરમીટ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. જો પરમીટ ગુમ થાય અથવા તેમાં લખેલ નોંધનું લેખન અસ્વચ્છ થાય તો તુરંત નવી પરમીટ મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે.

FL3 લાયસન્સ માટેની શરતો જાહેર

1) લાયસન્સ ધારકે લીકર ખરીદ-વેચાણના રોજબરોજના નિયત હિસાબો નમૂના FLR. 1.2.3.485માં રાખવાના રહેશે.

2) લાયસન્સ ધારકે લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ સિવાયની કોઇપણ વ્યક્તિને લીકર પીરસી શકશે નહી.

3) ઓથોરાઇઝડ વ્યક્તિ(નોકરનામા ધારક) સિવાય લાયસન્સ હેઠળનું સંચાલન અન્ય કોઇ વ્યક્તિ કરી શકશે નહી.

4) લાયસન્સના માલિકોએ નોકરનામું મેળવવા માટે જિલ્લા અધીક્ષક, નશાબંધી અને આબકારી, ગાંધીનગરને નિયત અરજી કરીને મેળવી લેવાનું રહેશે. તેમજ FL3 લાયસન્સ હેઠળ કામ કરતાં દરેક વ્યક્તિને લાયસન્સ ધારકે ઓળખકાર્ડ આપવાના રહેશે અને તેની માહિતી જિલ્લા નશાબંધી અને આબકારી અધીક્ષક, ગાંધીનગરને આપવાની રહેશે.

5) લીકર વેચાણ માટેનું લાયસન્સ 1થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે મળશે. આ બાદ તેને 5 વર્ષ સુધી રિન્યૂ કરાવી શકાય છે. FL3 લાયસન્સ માટે વાર્ષિક રૂ.1 લાખની ફી રહેશે અને રૂ.2 લાખની સિક્યોરિટી ડિપોઝિટ રહેશે.

6) લાયસન્સ ધારકે અધિકૃત અધિકારી દ્વારા મંજૂર કરેલ લીકર એકસેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ ખરી હોવાની ખાત્રી કર્યા બાદ જ પરમીટ ધારકને લીકર પીરસવા માટે આપી શકશે.

7) લાઈસન્સ ધારકે પોતાના દરેક કર્મચારીનો યુનિફોર્મ કોડ નેમ પ્લેટ સાથે રાખવાનો રહેશે.

8) લાઈસન્સ ધારક જે જગ્યા પર સીલબંધ લીકરની બોટલ રાખશે તે જગ્યાથી લઇને સમગ્ર વિસ્તાર સી.સી.ટી.વી. સર્વેલન્સ હેઠળ રાખવાનો રહેશે. તેનું રેકોડીંગ 3 માસ સુધીનું રાખવાનું રહેશે. સીસીટીવીનું રેકોડીંગ નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આદેશ કરવામાં આવે ત્યારે રજુ કરવાનું રહેશે.

9) વાઇન અને ડાઈન કેસિલીટી અલાયદી રાખવાની રહેશે. લીકરનું સેવન કરવાની જગ્યા, સામાન્ય નાગરિક કે અવરજવર થતી હોય તેવી જાહેર જગ્યા પર રાખી શકાશે નહી.

10) વાઇન અને ડાઇન ફેસિલીટી એરીયામાં પ્રવેશ કરતો દરેક વ્યક્તિ અધિકૃત/પરમીટ ધારક જ હોવો જોઈએ.

11) વાઈન એન્ડ ડાઈન એરીયાના પ્રવેશદ્વારમાં લાયસન્સ ધારકે પોતાના સિક્યુરીટી સ્ટાફને રાખવાનો રહેશે.

12) લીકર એકસેસ પરમીટ ધારકે પ્રવેશ દ્વારે પોતાનુ કાર્ડ બતાવવાનું રહેશે. તેવી જ રીતે ટેમ્પરરી પરમીટના કિસ્સામાં તેમની સાથે આવેલ લીકર એકસેસ પરમીટ ધારકે તમામ ટેમ્પરરી પરમીટ ધારકોની જરૂરી એન્ટ્રી કરવાની રહેશે. ત્યાર બાદ જ તેમને લીકર સેવન માટે આપી શકાશે.

13) નિયામકશ્રી, નશાબંધી અને આબકારી સુચવે તે રીતે લાયસન્સ ધારકે રોજે રોજનો હિસાબ તથા સ્ટોકપત્રક રાત્રિના 12 વાગ્યા સુધીમાં અપલોડ કરવાની રહેશે.

14) કોઇ પણ પરમીટ ધારક વાઇન અને ડાઇન ફેસીલીટીમાં અઘટીત કૃત્ય કરે તો, સિક્યુરીટી સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક ત્યાંથી દૂર કરવા અને આનુષાંગિક કાયદાકીય કાર્યવાહી કરવાની જવાબદારી FL૩ લાઈસન્સ ધારકની રહેશે.

15) લાયસન્સ ધારક દ્વારા પરમીટ ધારકને કઈ બ્રાન્ડનો લીકર કેટલી માત્રામાં, કયા સમયે, કેટલી કિંમત વસૂલ કરી વેચાણ કરેલ છે, તેનું અધિકૃત વેચાણ બીલ અધિકૃતની માહિતીવાળું આપવાનું રહેશે. આવા બીલમાં રાજય સરકાર અને ભારત સરકારના લેવામાં આવતા તમામ વેરા અલગથી દર્શાવવાના રહેશે. વધુમાં બીલમાં FL3 પરવાના ધારકનુ નામ, સરનામું, ફોન નંબર, લીકર એકસેસ પરમીટ, ટેમ્પરરી પરમીટ ધારક(તમામ)ના નામ સહિતની વિગતો દર્શાવવાની રહેશે તથા આવુ બીલ લીકર એકસેસ પરમીટ અથવા તમામ ટેમ્પરરી પરમીટ ધારકોના મોબાઇલ ઉપર ડિજીટલી તાત્કાલિક મોકલી આપવાનું રહેશે.

16) FL3 લાયસન્સ ધારકે પોતાને જોઈતો લીકર જુદી જુદી બ્રાન્ડનો જથ્થો રાજ્યના FL1 લાયસન્સ ધારક પાસેથી ખરીદ કરવાનો રહેશે અને જો કોઇ બાન્ડ ખાસ પ્રકારની હોય તો વિદેશથી અથવા અન્ય રાજયમાંથી આયાત કરવા માટે નિયામકશ્રી, નશાબંધી અને આબકારી, ગુજરાત રાજય, ગાંધીનગરની પૂર્વમંજૂરીના આધારે મેળવી શકશે.

17) લાયસન્સ ધારકે રાજય સરકારે નિયત કરેલી આબકારી જકાત, ટ્રાન્સપોર્ટ પરમીટ ફી, ઇમ્પોર્ટ પરમીટ ફી, સ્પેશિયલ ફી તેમજ એક સ્થળેથી બીજા સ્થળે પરીવહન કરવા માટે એસ્કોર્ટ ચાર્જિસની રકમ નશાબંધી અને આબકારી ખાતાના નિયત કરેલી રકમ જમા કરાવવાની રહેશે. તે સિવાય રાજ્ય સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવતી અન્ય કોઈ ફી, કર, વેરા વગેરે ચુકવવાના રહેશે.

18) લાયસન્સધારકે ગીફ્ટ ફેસેલીટેશન કમિટી દ્વારા મંજુર થયેલ વિસ્તારમાં જ વાઇન અને ડાઇનની ફેસિલીટી માટે એરીયા(નકશો) મંજૂર કરાવેલ હોય તે સિવાય અન્ય કોઇ સ્થળે લીકર રાખી શકશે નહી કે પીરસી શકશે નહી.

19) એફ.એલ.૩ લાયસન્સધારક કોઇ પણ પરમીટધારકને લીકર બોટલ કે ટીન કે કોઈ અન્ય સ્વરૂપમાં વાઈન અને ડાઈન ફેસેલીટી વિસ્તારમાંથી બહાર કોઈ પણ સંજોગોમાં લઇ જવા માટે આપી શકશે નહી. તેમજ તે જ રીતે કોઇ પણ પરમીટધારક લીકરની બોટલ વાઈન અને ડાઈન ફેસીલીટીની બહાર લઈ જઈ શકશે નહી.

20) FL3 લાયસન્સની જગ્યા સક્ષમ સત્તાધિકારી દ્વારા મંજૂર અને કાયમી માળખામાં હોવી જોઇએ.

21) FL3 લાયસન્સ ધારકે પ્રવર્તમાન તમામ કાયદાઓ, નિયમોનું પાલન કરવાનું રહેશે.

    follow whatsapp