Congress MLA Dharmendra Patel Resign: જેમ જેમ લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવે છે તેમ તેમ કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળે છે. એક બાદ એક ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ રાજીનામુ આપી રહ્યા છે. તો આજે ફરી એક વખત કોંગ્રેસને અમદાવાદથી ઝટકો લાગ્યો છે.
ADVERTISEMENT
કોંગ્રેસના વધુએ નેતાનું રાજીનામુ
કોંગ્રેસની ટિકિટ પરથી અમરાઈવાડી વિધાનસભા બેઠક પર બે વખત ચૂંટણી લડનારા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈ એ આજે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ ભાજપના મોટા નેતાઓ સાથે જાહેરમાં જોવા મળી રહ્યા હતા. ત્યારથી જ એવી અટકળો ચાલતી હતી જેનો આજે અંત આવ્યો છે અને તેમને કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. હવે તેઓ ગમે તે ક્ષણે ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ શકે છે.
ભાજપ ટિકિટ આપશે તેવી પણ અટકળો સામે આવી છે
લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની બેઠક માટે ધર્મેન્દ્ર પટેલને ભાજપ ટિકિટ આપશે તેવું વચન અપાય હોવાની પણ માહિતી મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે અત્યાર સુધી જીત ન મેળવનાર નેતા શું આગામી ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મેળવશે કે કેમ? તેઓ આ મહિનાના અંત પહેલા જ ભાજપનો કેસરિયો પહેરી લેશે.
ADVERTISEMENT