Gujarat Assembly: ગુજરાતમાં આજ વિધાનસભામાં ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે. ગુજરાતની વિધાનસભા સંપૂર્ણ રીતે ડિજિટલ બનવા જઈ રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડી ભેટ કરીને રાષ્ટ્રપતિનું સન્માન કર્યું હતું. તો રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રીને બે વર્ષના શાસન માટે અભિનંદન પાઠવ્યા હતા.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિએ ગૃહના સભ્યોને સંબોધિત કર્યા
આ પ્રસંગે સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતની પાવન ભૂમી પર આવવું સુખદ અનુભૂતિ થઈ છે. ગણતંત્રના મંદિરમાં સંબોધન કરવું આનંદની વાત છે. ગુજરાતની જનતાની સેવા ભૂપેન્દ્રભાઈ નીરંતર કરે તેવી શુભેચ્છા છે. ગુજરાત, ભારત અને ભારસવાસીઓ સાથે પોતાને જોયા છે. આ સાથે દ્રૌપદી મૂર્મૂએ દેશમાં મહિલાઓને ખૂબ પ્રાધાન્ય અપાતું હોવાની વાત કહી અને ગુજરાતમાં પણ મહિલાઓને યોગ્ય સ્થાન મળે તેમ જણાવ્યું હતું. તેમણે 13 મિનિટ સુધી ગૃહના સભ્યોને સંબોધિત કર્યા હતા.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ પેપરલેસ ગવર્નમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. જેનાથી આજે ગુજરાત વિધાનસભા પેપરલેસ થવા જઈ રહી છે. વિકાસના પ્રણેતા નરેન્દ્ર મોદી આ ધરાના જ પુત્ર છે. રાષ્ટ્રપતિ પહેલીવાર ગુજરાત વિધાનસભામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં નેશનલ ઈ-વિધાનસભા સુવિધા શરૂ થઈ છે.
ADVERTISEMENT