GSSSB Exam Fee: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતી માટેની પરીક્ષા ફીમાં તોંતિંગ વધારો કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉમેદવારોની ફીમાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં પરીક્ષા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઓનલાઈન ફી 100 રૂપિયાની હતી તેને વધારીને હવે 500 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટેની ફીમાં પણ 400 રૂપિયા કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા પદ્ધતિમાં કર્યો છે ફેરફાર
વિગતો મુજબ, ભરતી પ્રક્રિયામાં વારંવાર થતી ગેરરીતિ અટકાવવા માટે તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા કોમ્પ્યુટર આધારિત લેવામાં આવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ પરીક્ષાની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયથી સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને હવે ફોર્મ ભરવા માટે વધુ ફી ચૂકવવી પડશે.
વર્ગ-3ની 188 જગ્યાઓ પર ચાલી રહી છે ભરતી પ્રક્રિયા
ખાસ છે કે, હાલમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. સંશોધન મદદનીશ વર્ગ-3ની 99 જગ્યા અને આંકડા મદદનીશ વર્લ-3ની 89 જગ્યા પર ભરતી કરવામાં આવી હતી. આ માટે ઉમેદવારોને 16 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાનો સમય આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT