Ahmedabad News: રાજ્યમાં ઘણા સમયથી બહારના જંક ફૂડમાં જીવાત મળવાની ઘટના બની રહી છે. તો સ્વચ્છતાના અભાવે બનતા ફૂડને આરોગવાથી શરીરમાં પણ ઘણી બીમારીઓ થઈ શકે છે. બહારનો વાસી અને અખાદ્ય પદાર્થ જીવલેણ સાબિત થઈ શકે છે. અમદાવાદમાં પાણીપુરી ખાધા બાદ હિપેટાઈટિસ થઈ જતા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું. જોકે તેમ છતાં બાળકીનું મોત થઈ ગયું.
ADVERTISEMENT
પાણીપુરી ખાધા બાદ છોકરીને પેટમાં દુઃખાવો થયો
વિગતો મુજબ, શહેરમાં 14 વર્ષની એક છોકરીએ પાણીપુરી ખાધાના થોડા સમય બાદ પેટમાં અસહ્ય દુઃખાવાની ફરિયાદ કરી હતી. જે બાદ ડોક્ટરની દવા લીધી છતાં તેના પેટ દુઃખાવામાં ફરક પડી રહ્યો નહોતો. એવામાં અન્ય ટેસ્ટ કરાવતા છોકરીને હિપેટાઈટિસ ઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે શરીરમાં એટલું વકરી ગયું હતું કે લીવરને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેથી સગીરાને IKDRC ખાતે દાખલ કરવામાં આવી હતી.
લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ મોત
કિશોરીના લિવરને નુકસાન પહોંચ્યું હોવાથી તે ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે તેમ હતું. આથી માતાએ તેને લીવરનો થોડો ભાગ આપ્યો જેના ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી થઈ હતી. જોકે થોડા જ દિવસોમાં બાળકીની તબિયત ખરાબ થઈ અને તેનું મોત થઈ ગયું. છોકરીના મોત બાદ IRKDCમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ વડા ડો.પ્રાંજલ મોદીએ કહ્યું કે, બહારનો ખોરાક ખાતા પહેલા ત્યાંની ચોખ્ખાઈ સહિતની બાબતોનું ધ્યાન રાખવું. વાસી અને ગંદા ખોરાકથી કે સતત જંકફૂડ ખાવાથી પણ સ્વાસ્થ્યને અસર થઈ શકે છે.
ADVERTISEMENT