Ahmedabad News: અમદાવાદમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે જૂના મોબાઈલ ફોન વેચતા પહેલા તેને ફોર્મેટ ન કરવું કેવી રીતે કોઈનું જીવન હરામ કરી નાખે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં એક યુવતીને છેલ્લા ઘણા સમયથી અજાણ્યા વ્યક્તિના ફોન આવતા જે તેને જૂના ફોટો મોકલતો અને ગંદી માગણીઓ કરતો હતો. અને વાત ન માનવા પર પોતાની પાસે બીજા બિભત્સ ફોટા હોવાનું કહીને તેને માતા-પિતા અને સંબંધીઓને મોકલી દેવાની ધમકી આપતો હતો.
ADVERTISEMENT
રૂમમાં બંધ રહેતી યુવતીએ માતાને જણાવી આપવીતી
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, એક યુવતી છેલ્લા ઘણા સમયથી પરેશાન હતી અને ઉદાસ થઈને રૂમમાં બંધ રહેતી હતી. એક દિવસે તેને રડતા જોઈને માતાએ હિંમત કરીને પૂછી લીધું કે શું થયું? ત્યારે યુવતીએ જણાવ્યું કે, એક અજાણ્યો યુવક ઘણા દિવસોથી તેને જૂના ફોટો મોકલીને હેરાન કરે છે અને ગંદી માગણી કરે છે. ત્યારે બાદ યુવતીના પિતાએ હિંમત કરીને સાયબર ક્રાઈમમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
અજાણ્યા યુવક સુધી કેવી રીતે ફોટો પહોંચ્યા?
જેના આધારે પોલીસે કોલ ડિટેઈલ અને અન્ય વિગતો મેળવીને એક વ્યક્તિ સુધી પહોંચી. જોકે માયા તેને ઓળખતી નહોતી અને તેના ફોટો વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચ્યા તેની પણ જાણકારી નહોતી. પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવતી શાળામાં હતી ત્યારે પિકનીક પર ગઈ હતી. ત્યારે સ્કૂલના મિત્રોએ મોબાઈલમાં ફોટો પાડ્યા હતા. બાદમાં મિત્રએ ફોનને ફોર્મેટ માર્યા વગર જ વેચી નાખ્યો. જેથી વ્યક્તિના હાથમાં યુવતીના ફોટો આવી ગયા અને તેનો નંબર અને નામ પણ આવી ગયા. આમ તેણે આ માહિતીનો ખોટો ઉપયોગ કરતા યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું. ત્યારે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરી લેવામાં આવશે.
ADVERTISEMENT