Gandhinagar: નબીરાઓએ ગિફ્ટ સિટીનો 'આઈકોનિક રોડ' બાનમાં લીધો, 190ની સ્પીડ કાર હંકારી રિલ્સ બનાવી

Gujarat Tak

20 Aug 2024 (अपडेटेड: Aug 20 2024 5:28 PM)

Gandhinagar Viral Video: ગાંધીનગરની પાડોશમાં બનેલા ગિફ્ટ સિટીમાં બેફામ બનેલા નબીરાઓનો વીડિયો વાઈરલ થયો છે. ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઈકોનિક રોડ પર 10થી વધુ લક્ઝરી કાર્સ દોડાવીને બનીરાઓએ 'અમે કાયર નથી, ફાયર છીએ...'  સોંગ પર રિલ્સ બનાવી હતી.

ગાંધીનગર સમાચાર

Gandhinagar

follow google news

Gandhinagar Viral Video: ગાંધીનગરની પાડોશમાં બનેલા ગિફ્ટ સિટીમાં બેફામ બનેલા નબીરાઓનો વીડિયો વાઈરલ થયો છે. ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઈકોનિક રોડ પર 10થી વધુ લક્ઝરી કાર્સ દોડાવીને બનીરાઓએ 'અમે કાયર નથી, ફાયર છીએ...'  સોંગ પર રિલ્સ બનાવી હતી. વાઈરલ વીડિયોમાં 190 કિમીની સ્પીડથી દોડતી કાર પણ દેખાય છે. હવે વીડિયો વાઈરલ થયા બાદ રિલ્સમાં દેખાતા નબીરાઓની શોધખોળ શરૂ કરી છે.

રોડ પર નબીરાઓએ 190ની સ્પીડે કાર દોડાવી

ગાંધીનગરમાં નબીરાઓએ 32 કરોડના ખર્ચે બનાવેલા આઈકોનિક ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના રોડ પર રેસિંગ ટ્રેકની જેમ કાર દોડાવી હતી. રોડ પર કોઈ મંત્રીનો કાફલો નીકળ્યો હોય એ રીતે 10થી વધુ લક્ઝુરિય કાર એક સાથે રસ્તા પર નીકળી હતી અને પૂરપાટ ઝડપે દોડી રહી હતી. આ જોઈને અન્ય વાહન ચાલકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. રિલના એક વીડિયોમાં કારની ઝડપ 190 કિલોમીટર સુધીની દેખાય છે. આટલી પૂરપાટ ઝડપે કાર હંકારવનાથી અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકાવાની શક્યતા છે.

પોલીસે 4 યુવાનોની અટકાયત કરી

રોડ પર રેસિંગનો વીડિયો વાઈરલ થયા બાદ ગાંધીનગર પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસની એક ટીમ આ નબીરાઓને શોધવામાં લાગી હતી અને રીલ વાઈરલ થયાના કલાકો બાદ 4 યુવાનોની અટકાયત પોલીસે કરી લીધી છે. 

 

    follow whatsapp