Gujarat Politics: રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. રાજસ્થાનમાં ફરીથી સત્તા મેળવવા માટે ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આ માટે જુદા જુદા રાજ્યોમાંથી નેતાઓને પ્રચાર માટે બોલાવવામાં આવશે. આમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ નામ છે. ત્યારે આવતીકાલથી મુખ્યમંત્રી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા છે.
ADVERTISEMENT
17થી 19 સપ્ટેમ્બરથી CMનો રાજસ્થાન પ્રવાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 દિવસના રાજસ્થાન પ્રવાસ પર જશે. 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન તેઓ કોટા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લેશે અને પ્રદેશ ભાજપની યાત્રાઓ તથા રેલીઓમાં સામેલ થશે. ખાસ છે કે આ પહેલા ગુજરાત ભાજપના 50થી વધુ નેતાઓ અને ધારાસભ્યો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે જઈ ચૂક્યા છે. ખાસ તો ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની રાજસ્થાનના સહ ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
આજે વિધાનસભાના ચોમાસું સત્રનો છેલ્લો દિવસ
ગુજરાતમાં હાલ વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આજે ચોમાસું સત્રનો ચોથો દિવસ છે. આજનું સત્ર પત્યા બાદ આવતીકાલથી મુખ્યમંત્રી રાજસ્થાનમાં પ્રચારની જવાબદારી સંભાળશે.
ADVERTISEMENT