હે રામ! ગુજરાત યુનિ. બાદ હવે રિવરફ્રન્ટ ગાર્ડનમાંથી ગાંજાના છોડ મળ્યા, વિદ્યાપીઠની હોસ્ટેલમાં દારૂ મળ્યો

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળવાની ઘટનાના કલાકોની અંદર શહેરમાં ફરી જાહેરમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. રિવરફ્રન્ટ પર AMC હાઉસ તરીકે ઓળખાતી…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળવાની ઘટનાના કલાકોની અંદર શહેરમાં ફરી જાહેરમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. રિવરફ્રન્ટ પર AMC હાઉસ તરીકે ઓળખાતી બિલ્ડિંગના ગાર્ડનમાં ગાંજાના 6 ફૂટ ઊંચા છોડ મળી આવતા હડકંપ મચી ગયો છે. જોકે ગાંજો મળી આવતા AMC દ્વારા ઢાંક પીછોડો કરતા છોડ ઉખાડીને ફેંકી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ ગાંધીજીના મૂલ્યો પર ચાલતી વિદ્યાપીઠની હોસ્ટેલના રૂમમાંથી દારૂની બોટલો મળી આવી હતી.

રિવરફ્રન્ટ ગાર્ડનમાં 6 ફૂટ ઊંચો ગાંજાનો છોડ

અમદાવાદ રિવરફ્રન્ટ પર VIP ગાર્ડનમાં ગાંજાના છોડ મળી આવતા મોટો વિવાદ થયો હતો. વિવાદને પગલે અધિકારીઓ દોડતા થયા હતા અને છોડને ઉખાડીને ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે થોડીવાર બાદ ગાર્ડનની બહારથી પણ ગાંજાનો છોડ મળી આવ્યો હતો. ગાર્ડનમાં ગાંજાના છોડ કેવી રીતે ઉગ્યા અને તેનું વાવેતર કોણે કર્યું તેની તપાસ કરવાના બદલે કંઈ બન્યું જ ન હોય એમ છોડી ઉખાડીને ફેંકીને પુરાવાનો જ નાશ કરી દેવામાં આવ્યો.

વિદ્યાપીઠ હોસ્ટેલમાં વિદ્યાર્થીની દારૂની મહેફિલ

તો ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાણજીવન હોસ્ટેલના રૂમ.નં 41માં 3 વિદ્યાર્થી દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જેમાં એક વિદ્યાર્થી ઈતિહાસ વિભાગનો હતો જ્યારે અન્ય બે બહારના વિદ્યાર્થી હતા. જોકે ત્રણેય સ્થળ પરથી ભાગી ગયા હતા. વાઈસ ચાન્સેલર ડો. ભરત જોશીએ ઘટના સ્વીકારી હતી અને વિદ્યાર્થીનું એડમિશન તાત્કાલિક રદ કરી દેવાયું હોવાનું જણાવ્યું હતું.

    follow whatsapp