અમદાવાદ: શહેરના સાઉથ બોપલમાં આવેલી રાજવી એમરાલ્ડ નામના એપાર્ટમેન્ટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા કેટલાક યુવકો અને સ્થાનિકો વચ્ચે ભારે હંગામો મચી ગયો. એક યુવક દ્વારા સોસાયટીની જ યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરતા સ્થાનિક રહીશો યુવકના ઘરે પહોંચી ગયા હતા અને તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ઉપરાંત બંગલામાં રહેતા યુવકોને પણ રાતો રાત ત્યાંથી નીકળી જવાની ફરજ પાડવામાં આવી હતી. સ્થિતિ વધુ વણસતા બોપલ પોલીસને પણ બોલાવવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી.
ADVERTISEMENT
પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકે મેસેજ કરતા બબાલ
મીડિયો વિગતો મુજબ, ઘટના 5 જુલાઈએ બની હતી, જેમાં રાજવી એમરાલ્ડમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકે સોસાયટીની જ એક યુવતીને ઈન્સ્ટાગ્રામ પર Hi લખીને મેસેજ કર્યો હતો. જેની જાણ થઈ જતા રહીશો ગુસ્સામાં બંગલામાં ઘુસી ગયા હતા અને યુવકોને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
રહીશોએ PG ખાલી કરાવ્યું
ગુસ્સે થયેલા સોસાયટીના રહીશોએ તાત્કાલિક યુવકોનું PG ખાલી કરાવ્યું હતું, જે બાદ યુવકોને અડધી રાત્રે હોટલમાં રહેવા જવું પડ્યું હતું. મામલો બિચકતા પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરાતા પોલીસ ત્યાં પહોંચી હતી, પરંતુ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તો યુવકો PGમાંથી પણ નીકળી ગયા છે.
ADVERTISEMENT