બુલેટ ટ્રેનના 12 સ્ટેશન ખાસ થીમ પર તૈયાર કરાશે, અમદાવાદમાં પતંગની થીમ તો સુરતમાં ડાયમંડની ચમક દેખાશે

Ahmedabad News: અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કામ પત્યા બાદ હવે તેના સ્ટેશનનું પણ…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કામ પત્યા બાદ હવે તેના સ્ટેશનનું પણ કામચાજ શરૂ થઈ ગયું છે. જે અંતર્ગત બુલટ ટ્રેન માટે કુલ 12 જેટલા સ્ટેશનો બનાવવામાં આવશે. જે ખાસ હશે અને સ્ટેશનની ઈમારતો તે શહેરના ઐતિહાસિક વારસનો પરિચય કરાવશે. જેમ કે, ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરતના સ્ટેશનને અંદર અને બહારથી હીરાની ચમક દર્શાવતી થીમ પર ડિઝાઇન કરવામાં આવશે. મુંબઈ સ્ટેશનમાં તમે અરબી સમુદ્ર દેખાશે.

સ્ટેશનો એરપોર્ટ જેવા હશે

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીઓએ જણાવ્યું કે, એરપોર્ટની જેમ બનાવવામાં આવનાર બુલેટ ટ્રેનના તમામ સ્ટેશન ખાસ હશે. આમાં સાબરમતી સ્ટેશન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરખાને દર્શાવતું જોવા મળશે. મહારાષ્ટ્રના વિરાર સ્ટેશનમાં લોકોને પહાડોની પવનની લહેરો દેખાશે. સ્ટેશનમાં પ્રવેશતા પહેલા તેની ઇમારત બહારથી જોવા જેવી હશે. ઉલ્હાસ નદીની નજીક બનાવવામાં આવી રહેલા થાણે સ્ટેશનની છત પર દરિયાની લહેરોની છબી જોવા મળશે, જ્યારે પહાડો પરથી આવતા પવનો વિરાર સ્ટેશન પર જોવા મળશે.

શહેરના આ સ્ટેશનને પતંગોથી શણગારવામાં આવશે

બુલેટ ટ્રેનના અમદાવાદ સ્ટેશનને પતંગોથી શણગારવામાં આવશે. મિલ્ક સિટી તરીકે ઓળખાતું આણંદ સ્ટેશન અંદર અને બહારથી દૂધની થીમ પર બનાવવામાં આવશે. વડોદરા સ્ટેશન પર વડના વૃક્ષની પેટર્ન જોવા મળશે, જ્યારે ભરૂચ સ્ટેશન 150 વર્ષ જૂની કળા અને તેના કલાકારોને માન આપીને સુતરાઉ વણાટનું પ્રદર્શન કરતું ડિઝાઇન કરવામાં આવશે. બીલીમોરા સ્ટેશન પર તમને કેરીના બગીચાઓની ઝલક જોવા મળશે.

તમને શહેરો વિશે માહિતી મળશે

બુલેટ ટ્રેનના તમામ સ્ટેશનોને જે તે શહેરની વિશેષતાઓને સમાવીને ખાસ બનાવવામાં આવ્યા છે જેથી કરીને અહીંથી આવતા-જતા મુસાફરોને પણ શહેરની વિશેષતાઓ વિશે જાણકારી મળી શકે. આ માટે સ્ટેશનોમાં શહેરોની કેટલીક માહિતી પણ આપવામાં આવશે. આ 12 સ્ટેશનોમાંથી માત્ર મુંબઈ સ્ટેશનને જ અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે. બાકીના તમામ સ્ટેશન સામાન્ય સ્ટેશનો જેવા હશે. તમામ સ્ટેશનોમાં અનેકવિધ સુવિધાઓ હશે. જેમાં વેઇટિંગ લોન્જ, બેબી કેર રૂમ, રેસ્ટ રૂમ, સ્વચ્છ શૌચાલય, દુકાનો અને બિઝનેસ લોન્જ સહિત અન્ય સુવિધાઓ આપવામાં આવશે.

    follow whatsapp