Ahmedabad Crime News: અમદાવાદમાં ગેસ સિલિન્ડર પરત માંગતા યુવતી પર તેના સગા ભાઈ-ભાભીએ છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. હાલ યુવતને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યારે નારોલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ગેસ સિલિન્ડર પરત માંગતા થયો ઝઘડો
પ્રાપ્ત વિગતો અનુસાર, નારોલ વિસ્તારમાં આવેલા ગુજકોમાસોલ ચાર માળિયામાં રહેતી પૂનમ ડાભીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ભાઈ મનોજ ડાભી અને ભાભી શિલ્પા ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ પૂનમ તેની માતા તેમજ મોટી બહેન સિવિતા અને સવિતાના ત્રણ સંતાનોની સાથે રહે છે.ગઈકાલે પૂનમ તથા તેની માતા મંજૂલાબેન ઘરની નીચે ઉભા હતા, ત્યારે તેના ભાઈ મનોજ અને ભાભી શિલ્પાએ તેમના પર હુમલો કરીને છરી મારી દીધી હતી. મનોજ 2 દિવસ અગાઉ સવારે માતાના ઘરેથી ગેસ સિલિન્ડર લઈ ગયો હતો.
સગા ભાઈ-ભાભીએ યુવતી પર કર્યો હુમલો
મંજૂલાબેને ગેસ સિલિન્ડર પરત માંગતા મનોજ અને તેની પત્ની શિલ્પા ગાળો બોલવા લાગી હતી. આ દરમિયાન પૂનમે ગાળો બોલવાની ના પાડતા શિલ્પાએ તેને લાફો ઝીંકી દીધો હતો. તો ઉશ્કેરાયેલા મનોજે તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. પૂનમ પર હુમલો કરીને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પૂનમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
ADVERTISEMENT