અમદાવાદના શાહીબાગમાં ગરબા બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર જીવલેણ હુમલો, 12ની ધરપકડ

Ahmedabad News: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. વહેલી સવાર સુધી ચાલી રહેલા ગરબાને બંધ કરાવવા પહોંચેલી પોલીસની ટીમ…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. વહેલી સવાર સુધી ચાલી રહેલા ગરબાને બંધ કરાવવા પહોંચેલી પોલીસની ટીમ પર ગરબા આયોજકો અને ગરબે રમતા મહિલા તથા પુરુષો હુમલો કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે 12 જેટલા લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દેવદિવાળી નિમિત્તે ગરબાનું આયોજન કરાયું હતું

અમદાવાદના શાહીબાદ વિસ્તારમાં હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે પોલીસે 10 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપી હતી. જોકે તેમ છતાં ચાલીના લોકો વહેલી સવાર સુધી લાઉડ સ્પીકર પર ગરબા રમી રહ્યા હતા. આથી કોઈ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જેથી શાહીબાગ પોલીસની એક ટીમ ત્યાં ગરબા બંધ કરાવવા પહોંચી હતી, પરંતુ ચાલીના લોકોએ ગરબા બંધ કરવાનો ઈનકાર કરીને પોલીસ પર જ હુમલો કરી દીધો.

હુમલામાં ASIને હાથમાં ફ્રેક્ચર થયું

ટોળાના હુમલામાં ASIને હાથમાં ફ્રેક્ચર અને માથામાં ઈજાઓ પહોંચી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બાદમાં ટોળું વિખેરીના હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી. સમગ્ર મામલે 3 મહિલા સહિત 12 લોકોની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

    follow whatsapp