અમદાવાદઃ નાની નાની વાતમાં આપો ગુમાવી હિંસક બનવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહેલો જોવા મળે છે. છેલ્લા ઘણા સમયમાં આવી ઘટનાઓને લઈને પોલીસ ચોપડા પણ ભરાવા લાગ્યા છે. ઘણી ઘટનાઓમાં તો વાત હત્યા સુધી પહોંચી ગઈ હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના અમદાવાદમાં બની છે. જેમાં ડિલિવરી બોયને લેટ ડિલિવરી મામલે બે શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે.
ADVERTISEMENT
પાર્સલ ડિલિવરી કર્યા પછી રસ્તામાં આતર્યો
અમદાવાદના દાણીલીમડામાં આવેલા ફાતિમા કોમ્પલેક્ષમાં લહેતા મુદસર સાબીરભાઈ શેખ નામનો વ્યક્તિ ડિલિવરીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મુદસર ડિલિવરી બોય તરીકે ડેલ્હીવરી નામની કુરિયર કંપનીમાં કામ કરે છે. તે કંપનીના બેરલ માર્કેટ, ફેસલનગર વિસ્તારમાં તેને કુરિયર પહોંચાડવાનું કામ મળ્યું. તેને દાણીલીમડામાં આ કામ મળ્યું કારણ કે તે દાણીલિમડામાં રહે છે. ગઈકાલે તેને સાજિદ મન્સૂરી (રહે મનસૂરી ફ્લેટ, દાણીલીમડા)નામના ગ્રાહકનું પાર્સલ ડિલિવરી કરવાનું હતું. તેમાં ફૂટ મસાજ પેઈન રિલિવનું પાર્સલ હતું. મુદસરે સરનામું જોયું ન્હોતું માટે તેણે પાર્સલ પરના મોબાઈલ નંબર પર ફોન કર્યો. ત્યારે સાજિદે તેને ઊંચા અવાજથઈ કહ્યું કે હજુ સુધી કેમ પાર્સલ લાવ્યો નથી. તુ જલ્દી આવી જા. જોકે આ વર્તન મુદસરને ગમ્યું નહીં તેણે કહ્યું કે સભ્યતાથી વાત કરશો. જોકે ગ્રાહકે ફોન કાપી નાખ્યો. મુદસરે જેમ તેમ કરીને સરનામુ શોધી પાર્સલ ડિલિવરી કરી અને ત્યાંથી રવાના થયો.
રાજકોટ આતંકી પકડાવાનો મામલોઃ પોલીસને મળી સીક્રેટ એપ્લિકેશન, મળ્યા 14 દિવસના રિમાન્ડ
ડંડાથી એવો માર્યો કે ખભો ફેક્ચર કરી નાખ્યો
આ તરફ રસ્તામાં જ એક શખ્સે તેને ઊભો રાખ્યો અને કહ્યું કે તું ડિલિવરી બોય છે તો તું પાર્સલ આપવામાં મોડું કેમ કરે છે. મુદ્દસરે ગાળો બોલવાની ના પાડતા આ શખ્સ વધારે ગુસ્સે થયો અને તેને લાફો ઝીંકી દીધો. દરમિયાન બીજો લાફો મારે તે પહેલા મુદ્દસરે તેનો હાથ પકડી લીધો પણ આ તરફ સદ્દામ નામનો અન્ય યુવક ડંડો લઈને ધસી આવ્યો અને તેણે ડિલિવરી બોય પર હુમલો કરી દીધો. બંને શખ્સોએ યુવકને નીચે પાડીને જોરદાર માર માર્યો. આખરે આસપાસના લોકો આવ્યા અને તેથી હુમલાખોરો ભાગી ગયા. આ મામલે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મુદ્દસરને ખભાનું ફેક્ચર થયાનું સામે આવ્યું હતું. મામલાને પગલે પોલીસે આ શખ્સો સામે કાર્યવહાી હાથ ધરી છે. મુદ્દસરને જાણકારી મળી કે મારવામાં સદ્દામ નામનો શખ્સ અને તેનો ભાઈ શોએબ હતા. જોકે હવે આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT