અમદાવાદ: વિદેશ જવાની ઘેલછામાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો હોય એવા ગુજરાતમાંથી અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. છતાં લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ હજુ ઓછો થયો નથી. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ડોમેનિકાથી એન્ટિગુઆ ટ્રાવેલ કરી રહેલા 9 ગુજરાતીઓ ગુમ થઈ જતા પરિવારે કોર્ટ પહોંચ્યો છે. તેમના તરફથી દલીલ કરવામાં આવી રહી છે કે 9 લોકોના જીવ જોખમમાં છે છતા રાજ્ય સરકાર કોઈ પ્રકારની મદદ કરી રહી નથી.
ADVERTISEMENT
ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, 9 લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. તેમની પાસે માન્ય વિઝા છે અને તેઓ ડોમિનિકાથી એન્ટિગુઆ જઈ રહ્યા હતા અને ગુમ થઈ ગયા છે. રાજ્ય સરકાર કંઈ કરી રહી નથી. સરકારની જવાબદારી છે ક તેઓ આ મામલે કાર્યવાહી કરે. આ કેસમાં ગુજરાત પોલીસની હદમાં જ ફરિયાદ દાખલ કરાઈ છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકાની બોર્ડરમાં ઘુસાડવાનો ધંધો ચાલે છે. આ દેશોના દૂતાવાસ મદદ કરે છે, પરંતુ સરકાર કોઈ મદદ કરી રહી નથી તે એવું કહે છે કે તમે શા માટે ગેરકાયેદસર વિદેશ જઈ રહ્યા છો.
હાઈકોર્ટમાં આ અરજીને અરજન્ટ સુનાવણી તરીકે લેવા માટે અપીલ કરાઈ હતી. જોકે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ એન.વી અંજારિયાની ખંડપીઠે આ અંગત બાબત હોવાનું જણાવી કેસ બોર્ડ પર આવશે ત્યારે સુનાવણી કરીશું એમ જણાવ્યું હતું અને મામલો જાહેરહિતની સુનાવણીનો ન બનતો હોવાથી તાકીદ સુનાવણીનો ઈનકાર કર્યો હતો.
ADVERTISEMENT