Heat Wave: ગરમીથી ટપોટપ મોત! એક જ દિવસમાં અમદાવાદ, સુરત, વડોદરામાં 17 લોકોએ જીવ ગુમાવ્યો

Gujarat Tak

• 11:36 AM • 25 May 2024

Gujarat Heat Wave Alert: ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમીથી હાહાકાર મચી ઉઠ્યો છે. ગરમીના કારણે બપોરે તો ઠીક રાત્રે પણ ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે ગરમીથી રાજ્યમાં ટપોટપ લોકોના મોત થવાની ઘટનાઓ સામે આવી રહી છે.

Gujarat Heat Wave

Gujarat Heat Wave

follow google news

Gujarat Heat Wave Alert: ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમીથી હાહાકાર મચી ઉઠ્યો છે. ગરમીના કારણે બપોરે તો ઠીક રાત્રે પણ ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે ગરમીથી રાજ્યમાં ટપોટપ લોકોના મોત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. શુક્રવારે એક જ દિવસમાં રાજ્યના 3 મોટા શહેરમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં 17 લોકોના ગરમીના કારણે મોત થઈ ગયા છે. તો લૂ લાગવા, બેભાન થવા તથા વોમિટિંગના કેસો પણ વધી રહ્યા છે.

વડોદરા-સુરતમાં 15નાં મોત

વડોદરામાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચતા હિટસ્ટ્રોકના કેસો વધી રહ્યા છે. શુક્રવારે એક જ દિવસમાં 9 જેટલા લોકોના ગરમીના કારણે મોત નિપજ્યા હતા. જેમાં એક હેડ કોન્સ્ટેબલનું પણ મોત થયું હતું. તો માંજલપુરમાં વૃદ્ધ ઘરમાં જ ઢળી પડ્યા હતા. સુરતમાં પણ 6 જેટલા લોકોના આકરી ગરમીમાં મોત થયા હતા. 

અમદાવાદમાં પણ બે લોકોના મોત

અમદાવાદમાં ગરમીના કારણે આ ઉનાળામાં પહેલીવાર 2 લોકોના મોત નિપજ્યા છે. હિટસ્ટ્રોકના કારણે બે દર્દીઓને શુક્રવારે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 35 અને 55 વર્ષના દર્દીમાંથી એકનું તાપમાન 104 ડિગ્રી તો બીજાનું 105 ડિગ્રી હતું. જોકે સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા. 

આજે કયા જિલ્લાઓમાં હિટવેવની આગાહી?

આકરી ગરમીમાં લોકો માટે બહોરે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગરમીના કારણે વૃદ્ધોને સૌથી વધુ અસર થઈ રહી છે. આજે ભાવનગર, જૂનાગઢ, બોટાદ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે. 

    follow whatsapp