Ahmedabad News: દિવાળીના તહેવાર પહેલા લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ચેડા થાય આ પહેલા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદમાંથી ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર 600 કિલો નકલી ચીઝ અને બટરનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે. AMCના ફૂડ વિભાગે પીરાણા ખાતેના દેવરાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં વી.જે કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો તેને જપ્ત કરી લીધો છે.
ADVERTISEMENT
વેપારીઓએ મગાવ્યા હતો જથ્થો
તહેવાર પહેલા મોટા પ્રમાણમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદો થતી હોય છે. મહેસાણામાં આરોગ્ય વિભાગે દરોડા પાડીને નકલી બટર-ચીઝનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની માહિતીના આધારે પીરાણામાં પણ તપાસ કરતા આ નકલી ચીઝ-બટર મળ્યા હતા. જેનો ઉપયોગ દિાળીમાં વિવિધ પ્રોડક્ટ બનાવવા માટે થવાનો હોવાનું ખૂલ્યું છે, જેને અનેક વેપારીઓએ મગાવ્યા હતા.
કઈ બ્રાન્ડના હતા ચીઝ-બટર
પકડાયેલા નકલી ચીઝ તથા બટર રાજસ્થાન અને તમિલનાડુમાંથી મગાવાયેલા હતા. જેમાં રાજસ્થાનના કોટાથી વ્હાઇટ બટર, લુઝ ચીઝ, પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ- મિલ્કીમીસ્ટ, વ્હાઇટ બટર- માહી બ્રાન્ડ, પેસ્ચયુરાઇસ્ડ વ્હાઇટ બટર- માહી બ્રાન્ડ, સોલ્ટેડ ટેબલ બટર- મિલ્કીમીસ્ટ.
પકડાયેલા માલની કિંમત 1 કરોડથી વધુ
કોલ્ડ સ્ટોરેજમાંથી મળેલું આ નકલી ચીઝ-બટર રાજસ્થાન અને તમિલનાડુ જેવા રાજ્યોમાંથી મગાવવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. જેનો અમદાવાદમાં સ્ટોરેજ કરાયો હતો. આ જપ્ત કરેલા નકલી ચીઝ-બટરની કિંમત 1 કરોડથી પણ વધુ હોવાનો અંદાજ છે. હાલમાં નકલી પ્રોડક્ટના સેમ્પલને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT