સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ પણ અમદાવાદમાં કેમ સારો વરસાદ નથી પડતો? અંબાલાલ પટેલે આપ્યું કારણ

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે બીજી તરફ અમદાવાદની વાત કરીએ તો હજુ સુધી જોઈએ એવો વરસાદ પડ્યો નથી.

Ambalal Patel

Ambalal Patel

follow google news

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે બીજી તરફ અમદાવાદની વાત કરીએ તો હજુ સુધી જોઈએ એવો વરસાદ પડ્યો નથી. અમદાવાદ શહેરમાં 26 જુલાઈ સુધીના આંકડા મુજબ, હજુ સુધી સીઝનનો માત્ર 38.60 ટકા વરસાદ જ પડ્યો છે. ત્યારે અમદાવાદમાં શા માટે હજુ સુધી ચોમાસું બરાબર જામતું નથી તેના પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કારણ જણાવ્યું છે.

અમદાવાદ સુધી કેમ નથી પહોંચી રહ્યો વરસાદ?

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ વખતે ચોમાસામાં વાદળ-વાયુનું જોર નથી. દક્ષિણ ગોળાર્ધની સ્થિતિ સાનુકૂળ ન હોવાથી અરબ સાગરની સિસ્ટમ કેરળથી મુંબઈ સુધી સક્રિય થાય છે. જેના કારણે દેશના પશ્ચિમ ભાગોમાં વલસાડથી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો એવો વરસાદ આવી રહ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બરાબર સક્રિય નથી થતી અને દરિયાથી અમદાવાદનું અંતર વધારે હોવાથી સિસ્ટમ વડોદરા સુધી પહોંચે છે પરંતુ અમદાવાદ સુધી પહોંચતી નથી.

અમદાવાદમાં ક્યારે આવશે વરસાદ?

આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગર પર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 3 ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સિસ્ટમ સક્રિય થતા 27થી 29 જુલાઈ સુધી અમદાવાદ તથા ગાંધીનગરમાં સારો એવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ વરસાદના ઝાપટા પણ પડી શકે છે.  

આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદ, વડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ઓફસૉર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 

    follow whatsapp