Ahmedabad News: અમદાવાદમાં નવરાત્રીના તહેવારમાં ગરબા રમવા જેવી સામાન્ય બાબતમાં યુવકની ત્રણ શખ્સોએ મળીને હત્યા કરી નાખી હતી. યુવક તેના મિત્રો લઈને ગરબા રમવા માટે આવ્યો હતો, તેને રોકવા પર ઘર્ષણ થયું અને બોલાચાલી એટલી બધી વધી ગઈ કે યુવકની હત્યા થઈ ગઈ. જે બાબતે પોલીસે ગુનો નોંધીને ત્રણ હત્યારાને ઝડપી લીધા હતા.
ADVERTISEMENT
ગરબા રમવા જતા યુવકની હત્યા
વિગતો મુજબ, ઘોડાસરમાં આવેલા યશ બંગલોની સામેના રોડ પર ક્રિષ્ના પાર્કમાં અંકિત તથા તેનો મિત્ર અલ્પેશ અને આકાશ ગરબા રમવા માટે ગયા હતા. ગરબા રમતા અંકિત તેના મિત્ર વિજય દિવાકરના ઘરે ગયો હતો. અહીં અમરાઈવાડીથી ગરબા રમવા આવેલાા વિજયના ભત્રીજા વિક્કીએ અંકિતને કહ્યું કે આ અમારા પારિવારિક ગરબા છે તું અહીંથી જતો રહે. જે બાદ બંને વચ્ચે બોલાચાલી થતા વિક્કીએ અંકિતને લાફો મારી દીધો. બાદમાં બોબીએ અંકિતને પેટમાં છરી મારી દેતા તેનું મોત થઈ ગયું.
હત્યા બાદ આરોપીઓએ છરી કેનાલમાં ફેંકી દીધી હતી. ગરબા જેવી સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરી નખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. ત્યારે ત્રણેય હત્યારાઓને પોલીસે ઝડપી લીધા હતા અને તેમના રિમાન્ડ મેળવીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT