Ahmedabad World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી રવિવારે 19મી નવેમ્બરે World Cup 2023ની ફાઈનલ મેચ રમવાની છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે. તો આજે કોલકાતામાં રમાતી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મેચમાંથી વિજેતા ટીમ અમદાવાદ પહોંચશે. 1.25 લાખ પ્રેક્ષકોની ક્ષમતા વાળા મોદી સ્ટેડિયમમાં મેચની શરૂઆત પહેલા એર શો યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આજે એર શોની રિહર્સલ યોજાયું હતું.
ADVERTISEMENT
સ્ટેડિયમ પર વિમાનનું રિહર્સલ
હાલમાં મળી રહેલી માહિતી મુજબ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચને યાદગાર બનાવવા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ફાઈનલ મેચની ઓપનિંગ સેરેમનીમાં એર શો યોજાઈ શકે છે. આ માટે સ્ટેડિયમની આસપાસ આજે ફાઈટર પ્લેનનું રિહર્સલ યોજાયું હતું. તો એર શો માટે પરવાનગી પણ માગવામાં આવી છે. ત્યાર હાલ એર શો માટે પરવાનગીની રાહ જોવાઈ રહી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર વિમાન રિહર્સલ કરતા જોવા મળ્યા હતા. જેના એક્સક્લુઝિવ વીડિયો Gujarat Takને પ્રાપ્ત થયા છે.
ADVERTISEMENT