અમદાવાદમાં કેજીના વિદ્યાર્થીને ‘વાંચતા નથી આવડતું’ કહીને લાકડીથી મારનારા શિક્ષિકા સસ્પેન્ડ

અમદાવાદ: મા-બાપ નાના ભૂલકાઓને શિક્ષણ માટે સરસ્વતીના મંદિર એવા સ્કૂલમાં અભ્યાસ માટે મોકલતા હોય છે. આ વચ્ચે અમદાવાદમાં શાળામાં વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા ઢોર માર મારવાનો…

gujarattak
follow google news

અમદાવાદ: મા-બાપ નાના ભૂલકાઓને શિક્ષણ માટે સરસ્વતીના મંદિર એવા સ્કૂલમાં અભ્યાસ માટે મોકલતા હોય છે. આ વચ્ચે અમદાવાદમાં શાળામાં વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા ઢોર માર મારવાનો મામલો સામે આવ્યો છે. ઘટના સામે આવતા વાલીએ સ્કૂલમાં જઈને શિક્ષિકા સામે બાળકને માર મારવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ શાળાએ આ શિક્ષિકાને જ સસ્પેન્ડ કરી દીધા હતા.

ઘટના અંગે બાળકના વાલીના જણાવ્યા મુજબ, ચાંદલોડિયામાં શક્તિ સ્કૂલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા બાળકને સ્કૂલમાં કલ્પના બેન નામના શિક્ષિકા દ્વારા વાંચતા ન આવડતું હોવાનું કહીને માર મારમાં આવ્યો હતો. 5 વર્ષના બાળકને લાકડીથી એટલો માર મારવામાં આવ્યો કે તેના પગલમાં સોજો આવી ગયો હતો અને રાત્રે તાવ પણ આવી ગયો હતો.

જે બાદ બાળકના વાલીએ આજે સ્કૂલમાં જઈને ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલને રજૂઆત કરીને શિક્ષિકા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેમાં સ્કૂલ દ્વારા વાલીને કેમેરા બતાવતા બાળકને માર મારવાની ઘટના સ્પષ્ટ દેખાતી હતી. જે બાદ તેમણે સ્કૂલના શિક્ષિકાના સસ્પેન્ડ કરી નાખ્યા હતા.

    follow whatsapp