Ahmedabad: સિંધુભવન રોડ પર અકસ્માત સર્જનાર ઝડપાયો, મિત્રની થાર લઈને નાસ્તો કરવા નીકળ્યો હતો

Ahmedabad News: અમદાવાદના સિંધુ ભવન રોડ પર ફરી બેફામ સ્પીડે દોડતી કારે એક નિર્દોષ વાહન ચાલકને કચડી નાખ્યો. મહાશિવરાત્રિની મોડી રાત્રે સિંધુભવન રોડ પર બેફામ દોડતી થાર કારે બાઈકને અડફેટે લેતા યુવકનું મોત થયું હતું.

Ahmedabad Accident

Ahmedabad Accident

follow google news

Ahmedabad News: અમદાવાદના સિંધુ ભવન રોડ પર ફરી બેફામ સ્પીડે દોડતી કારે એક નિર્દોષ વાહન ચાલકને કચડી નાખ્યો. મહાશિવરાત્રિની મોડી રાત્રે સિંધુભવન રોડ પર બેફામ દોડતી થાર કારે બાઈકને અડફેટે લેતા યુવકનું મોત થયું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે નંબર પ્લેટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે આખરે ગણતરીના કલાકોમાં જ અકસ્માત કરીને ભાગી જનાર કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો: IND vs ENG Test: 'બેઝબોલ' ફ્લોપ, ભારતે ત્રણ દિવસમાં ધર્મશાળા ટેસ્ટ જીતી, સીરિઝ 4-1થી કબ્જે કરી

મિત્રની કાર ચલાવતો હતો યુવક

વિગતો મુજબ, સિંધુભવન રોડ પર અકસ્માત સર્જનાર થાર કારને 21 વર્ષનો પ્રેમ માળી ચલાવી રહ્યો હતો. પ્રેમ મળૂ ડીસા તાલુકાના પાલનપુરનો વતની છે અને અમદાવાદમાં નવરંગપુરામાં પાસપોર્ટ ઓફિસ ચાર રસ્તા પાસે આવેલી ગંગોત્રી સોસાયટીના PGમાં રહેતો હતો અને ગોતા ખાતે આવેલી સાબરમતી યુનિવર્સિટીમાં MBAના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. 

અકસ્માત થતા કાર મૂકીને ફરાર થઈ ગયો

તેણે તેના મિત્ર મયુરસિંહ ટાંક પાસેથી થાર ગાડી ચલાવવા માટે લીધી હતી અને શિવરાત્રીનો ઉપવાસ હોવાથી રાત્રે 1:30 વાગ્યે મિત્રનો ફોન આવતા થાર ગાડી લઈને સિંધુભવન રોડ તાજ હોટલ પાસે જતા હતા. આ સમયે બાઈક લઈને જતા જયદીપ સોલંકીને કારે ટક્કર મારી હતી અને 200 મીટર સુધી ઢસડ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક કાર સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર ચાલક લોકોના મારની બીકે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 

આ પણ વાંચો: Elvish Yadav એ યુવકને માર્યો ઢોર માર, જાનથી મારી નાખવાની આપી ધમકી; FIR નોંધાઈ

સારવાર દરમિયાન થયું યુવકનું મોત

અકસ્માત બાદ જયદીપ સોલંકીને સારવાર માટે બોપલ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જોકે જયદીપના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. 

    follow whatsapp